નર્મદા ના સાત પ્રાથશિક્ષકો સહીત ગુજરાતના 49 જેટલાં પ્રાથમિક શિક્ષકોના સી.સી.સી પરીક્ષા પાસ
કરેલા પ્રમાણપત્રબોગસ નીકળતા ચકચાર

CCC અંગેના પ્રમાણપત્ર ચકાસતા તમામ પ્રાથમિક દ્રષ્ટિએ ખોટાં અને બનાવટી જણાયા
શિક્ષકો સામે શિસ્ત-વિષયક તથા ફોજદારી કાર્યવાહી કરી તેઓને મંજુર કરેલ ઉચત્તર પગાર ધોરણના લાભો રદ
કરવાનો હુકમ કર્યો.
જેમાં નર્મદાના સાત શિક્ષકોમા સાગબારા તાલુકાના 6અને એક ગરુડેશ્વર તાલુકાના એક શિક્ષકનો સમાવેશ
રાજપીપળા, તા 12
પ્રાથમિક શિક્ષણ નિયામક ગાંધીનગર દ્વારા
રાજ્યની વિવિધ તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી ની કચેરી મારફતે ગુજરાતની વિવિધ પ્રાથમિક શાળાના 49જેટલાં પ્રાથમિક શિક્ષકોના પ્રથમ/દ્વિતીય/તૃતીય ઉચ્ચતર પગાર ધોરણના કેસો પગાર
બાંધણીની ચકાસણી કરવા
પ્રાથમિક શિક્ષણ નિયામક ગાંધીનગર દ્વારા રજુ થયેલ હતા.આ પ્રાથમિક શિક્ષકોની સેવાપોથી તથા તેની સાથેના સાધનિક રેકર્ડ ની ચકાસણી કરતા શિક્ષણ વિભાગ ચોકી ઉઠ્યું હતું.આ પ્રાથમિક શિક્ષકોના સી.સી.સી પરીક્ષા પાસ કર્યા અંગેના પ્રમાણપત્ર ચકાસતા પ્રાથમિક દ્રષ્ટિ એ ખોટાં અને બનાવટી જણાયા
છે. આ બાબતે નાણાં વિભાગના પત્રથી સચિવ (પ્રાથમિક શિક્ષણ) શિક્ષણ વિભાગસચિવાલય ગાંધીનગરની કચેરીને જણાવવામાં આવેલ છે કે શિક્ષણ વિભાગ હસ્તકના તમામ પ્રાથમિક શિક્ષકોના
સી.સી.સી.( કોમ્પ્યુટર કૌશલ્ય)ના પ્રમાણપત્રોની ચકાસણી કરી ખોટા અને બનાવટી પ્રમાણપત્રો ધરાવતા શિક્ષકો સામે શિસ્ત-વિષયક તથા ફોજદારી કાર્યવાહી કરી તેઓને મંજુર કરેલ ઉચત્તર પગાર ધોરણના લાભો રદ
કરવાનો હુકમ કર્યો છે. જે ચુકવેલ રકમની રીકવરી કરવા અને તેમની તમામ વિગતો નાણાં વિભાગ સચિવાલય ગાંધીનગર ખાતે રજુ કરવા જણાવેલ છે.
આ તમામ પ્રાથમિક શિક્ષકોના ઉચ્ચતર પગાર બાંધણીના રજૂ થયેલ કેસો સાથે સામેલ સી.સી.સી. ના પ્રમાણપત્રોની ગુજરાત કાઉન્સીલ ઓફ વોકેશનલ ટ્રેનિંગની વેબ સાઇટ પર ઓનલાઇન ચકાસણી કરતાં આવા
પ્રમાણપત્રો જોવા મળેલ નથી. તેમજ કેટલીક વિસંગતતાઑપણ ધ્યાન પર આવેલછે.હોય ચકાસણી કરતા
(૧) આ લીસ્ટ પૈકી ના ચૌહાણ ટીનાબા યશવંતસિંહ ના કેસ માં સી.સી.સી. પ્રમાણપત્રમાં પરીક્ષા કેન્દ્રદર્શાવેલ નથી.
(ર) જિતેન્દ્રકુમાર જી.ચુડાસમા તથા પરમાન હંસાબેન મફતલાલ ના કેસ માં સી.સી.સી.
પ્રમાણપત્રમાં બેઠક નં.૧૨૧૯૦૧૫૩૧૪૯ સરખા જણાય છે.
(3) ચૌધરી ગોવિંદભાઇ હિરાભાઇ ના કેસ માં ઓનલાઇન ચકાસણી કરતાં FAIL જણાય છે જ્યારેપ્રમાણપત્રમાં PASSજાહેર કરેલ જણાય છે.
(૪) પી.એચ.ઉપાધ્યાય તથા એમ.એસ.ચૌહાણ ના સી.સી.સી. પ્રમાણપત્રો ના બેઠક નંબર
મુજબ ઓનલાઇન ચકાસણી કરતાં પી.એચ.ઉપાધ્યાય નું નામ અલ્કેશગીરી જે. ગોસ્વામી તથા એમ.એસ.ચૌહાણ
નું નામ આરીફખાન એન.પઠાણ બતાવે છે. જે નામ માં વિસંગતતા જણાય છે. આ બાબતેપણઉપલી કક્ષાએ થી ચકાસણી કરી જે પ્રમાણપત્રો બનાવટી હોય તો જે તે સંદર્ભ
વાળા પત્રની સૂચના મુજબની કાર્યવાહી કરીને તેના આધારો સામેલ રાખીને ઉચ્ચતર પગાર ધોરણના કેસો રજુ
કરવા સંબંધિત જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી/તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારિ સુચના આપવા જણાવતા શિક્ષણ જગતમા ચકચાર મચી ગઈ છે.
……………………………
નર્મદાના, સાત પ્રાથમિક શિક્ષકો સામે પણ કાર્યવાહી!
આ ઉપરાંત રાજ્યના તમામ પ્રાથમિક શિક્ષકોના સી.સી.સી.(કોમ્પ્યુટર કૌશલ્ય) ના પ્રમાણપત્રો ની
ચકાસણી કરી સુચના મુજબ કાર્યવાહી કરીને પ્રાથમિક શિક્ષકો ના પ્રથમ/દ્વિતીય/તૃતીય ઉચ્ચતર પગારધોરણના કેસો પગાર બાંધણીની ચકાસણી કરવા અર્થે અત્રે રજુ થાય તે માટે સંબંધિત કચેરી ને સુચના આપવા જણાવ્યુ છે.
આ સાથે તમામ પ્રાથમિક શિક્ષકોની અસલ સેવાપોથીઓ તથા સાધનિક રેકર્ડ અસલમાં મોકલી કાર્યવાહી કરવા જણાવતા સઘન તપાસ શરૂ થતાં નર્મદા જિલ્લા સહીત સમગ્ર ગુજરાતના શિક્ષણ જગતમા ચકચાર મચી જ્વા પામી છે
CCC નું આ કૌભાંડ સાબિત થયેથી
સી.બી.આઈ.ને તપાસ સોંપાશે.તેમજ પરત રકમની ૧૧% ચક્રવૃદ્ધિ વ્યાજ સાથે લેવાશે.તેમજ
ભવિષ્ય માં ગુનો સાબિત થાય તો સજાપણ થઈ શકે છે.અત્યારે સજા ( અડધો પગાર) સાથે બીજા તાલુકામાં બદલી કરવામાં પણ આવી શકે છે જેનાથી આ શિક્ષકોમા ભારે ફફડાટ ફેલાયો છે.
તસવીર :દીપક જગતાપ, રાજપીપળા
…………………………….
નર્મદાના સાત શિક્ષકો સામે પણ થશે કાર્યવાહી?
……………………………
1)એસ.આર.વસાવા,
ધવલીવેર પ્રા.શાળા,તા.સાગબારા, જિ . નર્મદા
2)એમ.વી.વસાવા,મકરાણ પ્રા.શાળા,સાગબારા, તા. નર્મદા
3)બી.વી.વસાવા,ધવલીવેર પ્રા.શાળા, તા.સાગબારા, જિ.નર્મદા
4)ટી.જે.વસાવા,ઉમરાણ પ્રા.શાળા,તા.સાગબારા, જિ.નર્મદા
5)એમ.વી.વસાવા,પીર મંડારા પ્રા.શાળા,તા.સાગબારા, જિ.નર્મદા
6)બી.એ.વસાવા,તા.સાગબારા, જિ . નર્મદા
7)રાવલ ઇલાબેન બી,કરોલી પ્રાથમિક શાળા, તા.ગરૂડેશ્વર જિ. નર્મદા
…………………………….
રિપોર્ટ :દીપક જગતાપ, રાજપીપળા