અમદાવાદ કરાટે ચેમ્પિયનશિપમાં શ્રીમતી કે એન પટેલ ઇન્ટરનેશનલ સ્કૂલે નવ ગોલ્ડ મેડલ જીત્યા

તાજેતરમાં વાડોકાઈ કરાટે -ડો ફેડરેશન ઓફ ઇન્ડિયા દ્વારા અમદાવાદ વાડો કાઈ કરાટે ચેમ્પિયનશીપ 2022 નું આયોજન જે. જી. ઇન્ટરનેશનલ સ્કૂલ ખાતે કરવામાં આવેલ. આ સ્પર્ધામાં સમગ્ર જિલ્લામાંથી ૧૮૧ ચુનંદા ખેલાડીઓએ કુમિતે ઇવેન્ટમાં તથા ૬૫ જેટલા ખેલાડીઓએ કાતા ઇવેન્ટમાં ઉત્સાહ પૂર્વક ભાગ લીધો હતો.
વાડો કાઈ કરાટેના કોચ સેન્સાઈ અલ્પેશભાઈ રાઠોડ દ્વારા શ્રીમતી કે એન પટેલ ઇન્ટરનેશનલ સ્કૂલ ખાતે ચલાવવામાં આવતા કરાટે વર્ગના વિદ્યાર્થીઓએ કુમિતે અને કાતા વિભાગમાં મળીને 9 ગોલ્ડ અને 16 સિલ્વર મેડલ્સ મેળવ્યા હતા. આ ઉપરાંત 25 જેટલા ખેલાડીઓ સેમિફાઇનલમાં પહોંચવામાં સફળત રહ્યા હતા.
શાળાના આચાર્ય શ્રીમતિ પાયલબેન સિધ્ધપુરા , શાળા ના સંયોજક શ્રી રીચાબેન, શ્રી પલકબેન અને જિલ્લાના નિયામક શ્રી જીગ્નેશભાઈ ત્રિવેદી તથા ફેડરેશનના ચીફ ટેકનીકલ ડાયરેક્ટર શિહાન શ્રી અરવિંદભાઈ રાણાએ વિજેતા ખેલાડીઓને તથા તેમના કોચ શ્રી અલ્પેશભાઇ રાઠોડ ને આ ઝળહળથી સીધી બદલ અભિનંદન પાઠવ્યા હતા.