નર્મદાના પશુઓ લંપી વાઇરસની લપેટમાં


જીતનગરમાં ૧૫ જેટલા
પશુઓને લાગ્યો લંપી વાઇરસનો ચેપ

રાજપીપળા, તા 15
નર્મદા જિલ્લામાં લંપી વાયરસે ફરી એકવાર એન્ટ્રી મારી છે.હાલમાં નાંદોદ તાલુકામાં જીતગઢ ગામમાં કેટલાક પશુ લંપી
વાઇરસનો ભોગ બન્યા છે ગ્રામજનોના જણાવ્યા અનુસાર
નાંદોદ તાલુકાના જીતગઢ ગામમાં કેટલાક ખેડૂતોનાં પશુઓમાં આ વાયરસનાં
લક્ષણો જોવા મળ્યા છે. અને એ માટે તેની સારવાર પણ કરાઈ
છે. જેમાં ગાય અને ભેંસ મળી લગભગ પંદર જેવા પશુઓ આ
વાયરસની લપેટમાં આવ્યાછે. ડોકટર ઇન્જેક્શન આપી
સારવાર કરીરહ્યા છે.છતાં પશુપાલકો માંફફડાટ જોવા મળ્યો છે.
જોકે આ બાબતે રાજપીપળાપશુચિકિત્સકનાં જણાવ્યા મુજબ પશુઓનું નિદાન કરી સારવાર આપવામાં આવી રહી છે.
તસવીર :દીપક જગતાપ, રાજપીપળા