



એચ.એ.કોલેજમાં “સ્વચ્છતા ત્યાં
પ્રભુતા” વિષય ઉપર વક્તવ્ય યોજાયુ
ગુજરાત લો સોસાયટી સંચાલિત એચ.એ.કોલેજ ઓફ કોમર્સના એન.એસ.એસ.યુનીટ ધ્વારા આજરોજ વિદ્યાર્થીઓ માટે “સ્વચ્છતા ત્યાં પ્રભુતા” વિષય ઉપર વક્તવ્ય રાખવામાં આવ્યુ હતુ. આ પ્રસંગે કોલેજના પ્રિન્સીપાલ સંજય વકીલે કહ્યું હતુ કે સ્વચ્છતા આપણા જીવનનો એક ભાગ બની જવો જોઈએ કારણકે ગંદકીથીજ અમુક રોગોનો ઉદ્દભવ થાય છે જેનાથી માંદા સમાજનું નિર્માણ થાય છે. જેટલા વિકસીત દેશો છે તેમાં સ્વચ્છતાનું પ્રમાણ સૌથી વધારે છે તથા વિકાસશીલ દેશોમાં ગરીબીનું પ્રમાણ તથા જાગૃતિના અભાવને કારણે ગંદગી વધારે જોવા મળે છે. પરંતુ આપણા દેશમાં સ્વચ્છતા પ્રત્યેનો અભિગમ ખુબજ હકારાત્મક હોવાથી આજે પરિસ્થિતી ખુબજ સારી છે. દેશમાં થયેલા સ્વચ્છતા અભિયાનનાં આંદોલનને કારણે દરેક નાગરીક જાગૃત થયો છે જેનાથી સ્વચ્છ ભારતનું નિર્માણ થઇ શક્યુ છે. ગાંધીજીના સપનાના ભારતના નિર્માણની પ્રથમ જરૂરીયાત સ્વચ્છતા છે જે તરફ આપણો દેશ જઈ રહ્યો છે. સ્વચ્છતા અભિયાન અંતર્ગત આજરોજ કોલેજના દરેક વર્ગો તથા કેમ્પસની સફાઈ કરીને વિદ્યાર્થીઓએ શ્રમદાન કર્યું હતુ. કાર્યક્રમના અંતે કોલેજના વિદ્યાર્થીઓએ સ્વચ્છતા રાખવાના શપથ લીધા હતા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન તથા આયોજન પ્રા.ચોધરી તથા પ્રા.ચેતન મેવાડાએ કર્યું હતુ.
