આંત્રોલી ગ્રામ વિકાસ કેળવણી મંડળ સંચાલિત શ્રી એન એમ.પટેલ હાઈસ્કૂલના પ્રાંગણમાં..શાળામાં છેલ્લા વીસ વર્ષ થી ભાષાશિક્ષક તરીકે ફરજ બજાવતા શ્રી માધવસિંહ ગઢવીને તાજેતરમાં ૫ મી સપ્ટેમ્બરના રોજ ખાતે નામદાર શિક્ષણ વિભાગ દ્વારા માધ્ય./ ઉ.મા. વિભાગમાંથી ખેડા જિલ્લાના શ્રેષ્ઠ શિક્ષક તરીકે એવોર્ડ મળ્યો હતો..જેના માનમાં કેળવણી મંડળ-આંત્રોલી અને શાળા પરિવાર દ્વારા જાહેર સન્માનનો એક કાર્યક્રમ મંડળના પ્રમુખશ્રી મનનભાઇ પટેલ અને મંત્રીશ્રી આઈ.એમ.પટેલના અધ્યક્ષ સ્થાને યોજાઈ ગયો.મહેમાનો ના વરદ હસ્તે શ્રી ગઢવી સાહેબનું સન્માનપત્ર અર્પણ કરી..શાલ ઓઢાડીને સન્માન કરવામાં આવ્યું.
શ્રી ગઢવી સાહેબ એક ઉત્તમ ભાષા શિક્ષક તો છે જ..સાથે સાથે એક સારા વાર્તાકાર પણ છે .તેમનું એક પુસ્તક”મારા સમણે ઊગેલ વાતો”પણ તાજેતરમાં પ્રગટ થયું છે.