સંજીવ રાજપૂત
ગાંધીનગર

મહિલા શક્તિને સલામ. વાયુઝનની જાંબાઝ મહિલાઓએ પ્રોજેકટ દર્શીતા બનાવ્યો
ગાંધીનગર ખાતે ડિફેન્સ એક્સ્પો 2022 નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે જેમાં વિવિધ ઉત્પાદકો દ્વારા મુકવમાં આવેલ વિવિધ ઉત્પાદન જોવા મળી રહ્યા છે જેમાં મહિલા શક્તિને સલામ કરતી અને આજની નારીને પ્રેરિત કરતી વાયુસેનાની મહિલાઓ દ્વારા હવામાનની જાણકારી આપતું ટુલ દર્શીતા બનાવી રજૂ કરવામાં આવ્યું છે જે અનોખું આકર્ષણ બની રહ્યું છે. વાયુસેનાની મહિલા અધિકારીઓએ પાઇલોટ ને ધ્યાનમાં રાખી આ હવામાનની જાણકારી આપતું ટુલ્સ દર્શીતાને બનાવ્યું છે જે આવનાર સમયમાં હવામાન કેવું હશે તેની જાણકારી વિમાનનું સંચાલન કરતા પાઈલોટને આપી શકે છે. ખભે થી ખભો મિલાવી ચાલતી નારી આજે શું નથી કરી શકતી તે આ વાયુસેનાની મહિલા અધિકારીઓએ સાબિત કરી બતાવ્યું છે. આજના યુગમાં દરેક મહિલાઓ યુવા છોકરીઓ માટે આ એક ઉદાહરણ સ્વરૂપ છે. જેના માટે તેમને સલામ છે. આ દર્શીતા ટુલ વિશે ભારતીય વાયુસેનાની મહિલા અધિકારી કેપટન રશ્મિ દ્વારા ખાસ માહિતી આપવામાં આવી હતી અને ભારતની દીકરીઓને હંમેશા કાંઈક કરી બતાવવા સજ્જ રહેવા જણાવવામાં આવ્યું હતું.
બાઈટ: કેપટન રશ્મિ-વાયુસેના