સંજીવ રાજપૂત
ગાંધીનગર

ડિફેન્સ એક્સ્પોમાં ડ્રોન શોનું ભવ્ય આયોજન.

ગાંધીનગર ખાતે 1600 ડ્રોન દ્વારા ડેફએક્સ્પો ને લઈ અદભુત કલાકૃતિ આકાશમાં રચવામાં આવી જેનો લોકોએ ભરપૂર આનંદ માણ્યો.
ગાંધીનગર ખાતે ડિફેન્સ એક્સ્પો ચાલી રહ્યો છે ત્યારે તેના ભાગરૂપે મહાત્મા ગાંધી મંદિર, હોટેલ લીલા સામે એક અદભુત ડ્રોન શોનું આયોજન કરવામાં આવ્યું હતું. લગભગ 1600 ડ્રોન દ્વારા બનાવવામાં આવેલ વિવિધ અદભુત કૃતિઓને આકાશમાં અદભુત રીતે જોવા મળી હતી. અત્યાર સુધીમાં આ 1600 ડ્રોન નો ઉપયોગ કરી એક ભવ્ય ડ્રોન શો નું આયોજન કરાયું છે તેવુ માનવામાં આવી રહ્યું છે. ડ્રોન શો પહેલા મહાત્મા ગાંધી મંદિર પર એક લેસર શો પ્રસ્તુત કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે રક્ષામંત્રી રાજનાથસિંહ અને ત્રણેય સેનાના અધિકારીઓ તેમજ ગાંધીનગરની જનતા ભારે સંખ્યામાં જોવા ઉપસ્થિત રહી હતી.