વડાપ્રધાન મોદીએ એકતા નગર સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે મિશન LiFE નું ગ્લોબલ લોન્ચિંગ કર્યુ


યુનો મહાસચિવ એન્ટોનિયો સહિત વિવિધ દેશો ના 120 જેટલાં વિદેશી રાજદૂતોની ખાસ ઉપસ્થિતી

સંયુક્ત રાષ્ટ્ર સંઘ ના મહાસચિવ એન્ટોનિયો સાથે દ્વિપક્ષીય બેઠક પણ યોજી

બેઠક માં પ્રયાવરણ ની જાણવણી સહિત વિદેશ નીતિ ની પ્રાથમિકતા ઓ ઉપર ચર્ચા વિમર્શ હાથ ધરવામાં આવ્યું
રાજપીપળા, તા 29

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિશ્વ સમુદાય સમક્ષ સામૂહિક રીતે પર્યાવરણ અને પ્રકૃતિ ના જતન માટે ની ચિંતા G 20ના દેશો સમક્ષ વ્યકત કરી હોય આજરોજ વૈશ્વિક કક્ષા એ પર્યાવરણની જાળવણી અર્થે એકતા નગર સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે યુનો મહામંત્રીની ઉપસ્થિત માં મિશન LIFE નું ગ્લોબલ લોન્ચિંગ કર્યું હતું અને લોગો સહિત ટેગ લાઈન લોન્ચ કરી હતી.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી ના નેતૃત્વમાં ભારત સમગ્ર વિશ્વ સમુદાય સમક્ષ એક સક્ષમ દેશ તરીકે ઉભરી રહ્યુ છે. ત્યારે હાલ વિશ્વ સમક્ષ પરીઆવરણ અને જેતે દેશો ની આંતરરાષ્ટ્રીય વિદેશ નીતિ મહત્વ ની બની હોય ને ભારત એ દિશા માં પોતાનું સક્ષમ નેતૃત્વ પ્રદાન કરી શકે એ માટે ના ચિંતન અને પરામર્શ માટેવડા પ્રધાને માર્ગદર્શન આપ્યું હતું.

નર્મદા જીલ્લા ના એકતા નગર સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે આજરોજ પર્યાવરણ ની જાળવણી અર્થે સમગ્ર વિશ્વમાં એક સંદેશ આપતા વડાપ્રધાને જણાવ્યું હતું કે દુનિયા માં કલાઈમેટ ચેન્જ ઍક સમસ્યા બની છે ત્યારે ભારત સરકાર એ માટે ખુબજ જરૂરી કામગિરી કરી રહ્યુ છે, ગુજરાત માં ટી એનર્જી સેત્રે પેહલાથીજ કમર કસી છે, ગુજરાત લીડ રોલમાં જોવા મળ્યો છે ત્યારે સરકાર જ બધું કરે આંતર રાષ્ટ્રીય સંસ્થાઓ કરે એવું નથી ગ્લોબલ કલાઈમેટ ની જાળવણી માટે લોકો ના સહયોગ અને જાગૃતિ જરુરી છે. ફકત પોલિસી ઘડવાથી કઈ નહિ થાય પૃથ્વી ની જાળવણી માટે લોકતાંત્રિક લડાઈ લડવી જરુરી છે. જે માટે LiFE એક માધ્યમ બનશે, આપણી લાઈફ સ્ટાઈલ બદલી ને પણ પર્યાવરણ ની જાળવણી કરી શકાય એવુ પણ જણાવ્યું હતું.

એસી નો ઓછો ઉપયોગ કરવો, જીમ જવા કાર નો ઉપયોગ ન કરી ચાલતા જવું, મિશન લાઈફ ના માધ્યમ થી ધરતી ના તમામ લોકો જોડાય અને પર્યાવરણ ની જાળવણી અર્થે એકતા કેળવે એ જરુરી હોવાનું જણવ્યું હતું.

મિશન LiFE ના કાર્યક્રમ ને યુનો ના માધ્યમ થી વિશ્ર્વ સમક્ષ પહોંચાડવામાં આવે એવો આશાવાદ વ્યકત કર્યો હતો. જે પ્રકૃતિ નુ રક્ષણ કરે છે તેનું પ્રકૃતિ રક્ષણ કરે છે તેનો પણ સંદેશ આપ્યો હતો.યુનો મહાસચિવ એન્ટોનિયો એ પણ પોતાનાં વક્તવ્ય માં જલવાયુ પરિવર્તન ને વિશ્ર્વ માટે ચિંતારૂપ ગણાવી LiFE નાં લોન્ચિંગ થકી જે પહેલ થઈ તે ગ્રહ ને સાચવવા અગત્યનું સાબિત થશે નું જણાવ્યુ હતુ. જલવાયુ પરિવર્તન અને પ્રદુષણ ને સમસ્યા રુપહોવાનું જણાવ્યુ હતુ. જલવાયુ પરિવર્તન અંગે ભારત ની પહેલ અને પ્રયાસોની પ્રસંશા કરી હતી.

આ પ્રસંગે મુખ્ય મંત્રીભુપેન્દ્રભાઈ પટેલ સહિત વિદેશ મંત્રી એસ જયશંકર પણ ઉપસ્થીત રહ્યા હતા. સાથે દેશ ના 120 જેટલાં રાજદૂતો પણ ઉપસ્થીત રહ્યા હતા.
આ પ્રસંગે ગુજરાતની બે દિવસની મુલાકાતે પધારેલા સંયુક્ત રાષ્ટ્ર સંઘના(UNO) મહાસચિવ એન્ટોનીયો ગુટેરેસનું એકતાનગર હેલીપેડ ખાતે જિલ્લા કલેકટર શ્વેતા તેવતિયા, જિલ્લા પોલીસ વડા પ્રશાંત સુંબે સહિત અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં ભવ્યાતિભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.
આજે સવારે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે સરદાર સાહેબની પ્રતિમાની ચરણ વંદના કરી હતી . ત્યારબાદ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવ એન્ટોનિયો ગુટેરેસની ઉપસ્થિતિમાં લાઈફ સ્ટાઈલ ફોર એન્વાયરનમેન્ટ મિશન લાઈફનું લોન્ચિંગ કર્યું હતું આ કાર્યક્રમમાં મહાસચિવ એન્ટોનીયો ગુટેરેસ સાથે અન્ય ડેલીગેટ્સ પણ ઉપસ્થિત રહ્યા હતા.
જેઓ આજે એકતાનગર સ્થિતિ હેલિપેડ ખાતે આવી પહોંચતા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તેઓનું દબદબાભેર ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. સંયુક્ત રાષ્ટ્ર સંઘના (UNO) મહાસચિવ એકતાનગર ખાતે આવી પહોંચતા સપ્તધ્વની કલાવૃંદ-સુરત દ્વારા ગરબા અને દાંડિયા રાસ, નવયુવક ગ્રુપ નાની દેવરૂપણ અને નવોદય વિકાસ ટ્રસ્ટ નાની દેવરૂપણ દ્વારા આદિવાસી સંસ્કૃતિની ઝાંખી કરાવતા આદિવાસી નૃત્યો પ્રસ્તુત કરી સ્વાગત કર્યું હતું. ગુજરાતની વૈશ્વિક ઓળખ ધરાવતા ગરબા અને દાંડિયા રાસ નિહાળી ગુજરાતની સાંસ્કૃતિક ધરોહર સામાન નૃત્ય નિહાળીને સંયુક્ત રાષ્ટ્ર સંઘના (UNO) મહાસચિવ અત્યંત પ્રભાવિત થયા હતા.
તસવીર :દીપક જગતાપ, રાજપીપલા