રાજ્યસભાની ચૂંટણી માટે સમાજવાદી પાર્ટીએ ત્રણ નામ ફાઈનલ કર્યા છે. ડિમ્પલ યાદવ અને કપિલ સિબ્બલ એક સાથે નોમિનેટ થવાના હતા. બંનેના દસ્તાવેજો પણ તૈયાર કરવામાં આવ્યા હતા, પરંતુ છેલ્લી ઘડીએ ડિમ્પલ યાદવનું નામ યાદીમાંથી હટાવી દેવામાં આવ્યું હતું. પાર્ટીમાં ચર્ચા હતી કે, જો આ સમયે જયંત ચૌધરીને નહીં મોકલવામાં આવે તો ભાજપ કોઈ રમત રમી શકે છે.
