શ્રી સ્વામિનારાયણ મંદિર – કુમકુમ – મણિનગર.


કુમકુમ મંદિર ખાતે દિવાળીના દિવસે વેપારીઓએ ચોપડા અને લેપટોપનું પૂજન કર્યું.
6 x 3 ફૂટ ના વિશાળ ચોપડાનું પૂજન કરવામાં આવ્યું.
તા. ર૪ – ૧૦ – ૨૦રર ને સોમવારના રોજ શ્રી સ્વામિનારાયણ મંદિર – કુમકુમ – મણિનગર ખાતે અનેક વેપારીઓ દ્વારા પરંપરાગત ચોપડાનું પૂજન – તથા આધુનિક યુગ પ્રમાણે લેપટોપનું પૂજન કરવામાં આવ્યું હતું.

ચોપડા પૂજન પ્રસંગે કુમકુમ મંદિરના સાધુ પ્રેમવત્સલદાસજીએ જણાવ્યું હતું કે, આપણા ભારતદેશમાં દિવાળીના દિવસે… ચોપડાપૂજન કરાય છે. શ્રી સ્વામિનારાયણ ભગવાનનું પૂજન કરાય છે.

નવા વર્ષમાં શ્રી સ્વામિનારાયણ ભગવાનના સાનિધ્યમાં ચોપડા પૂજન કરવામાં આવે તો નવું આગમી વર્ષમાં આર્થિક સમૃદ્ધિ વૃદ્ધિ પામે છે, અને સુખ શાંતિની પ્રાપ્તિ થાય છે. તેથી દિવાળીના દિવસે અવશ્ય ચોપડા પૂજન કરવું જોઈએ. માણસ વર્ષ દરમ્યાન કેટલો નફો – નુક્શાન થયો તેનો હિસાબ માંડે છે. તેમ આપણે દેશ અને સમાજની કેટલી સેવા થઈ તેનો આજના દિવસે હિસાબ માંડવો જોઈએ અને દિન પ્રતિદિન વધુ સેવા થાય તે માટે કટિબદ્ધ બનવું જોઈએ.એવો સંદેશો ચોપડા પૂજનમાંથી પ્રાપ્ત થાય છે.સાંપ્રત સમય પ્રમાણે ચોપડાનું પૂજન કરીએ કે, લેપટોપનું પૂજન કરવામાં આવે બંનેનું પૂજન કરવાથી સરખું જ ફળ પ્રાપ્ત થાય છે.

કુમકુમ મંદિરમાં છેલ્લા ૩૫ વર્ષથી ચોપડા પૂજન કરવામાં આવે છે. આ પ્રસંગે આપણે કુમકુમ મંદિરના સંસ્થાપક સદ્દગુરૂ શાસ્ત્રી શ્રી આનંદપ્રિયદાસજી સ્વામીને અને શ્રી સ્વામિનારાયણ ભગવાનના ચરણ કમળોમાં પ્રાર્થના કરીએ કે,સહુ કોઈ વેપારીને ધંધામાં સફળતા મળે. આર્થિક અને શારીરીક રીતે સૌ સુખી થાય. સારાય ભારતની પ્રજાની આર્થિક મંદી દૂર થાય. સૌને ભગવાન સુખી કરે.
દીપોત્સવી પર્વ આપણા ભારતમાં અનેક વર્ષોથી પ્રકાશ અને પ્રગતિના સોપાનરૂપે ઉજવાતું રહ્યું છે. અંધકારમાંથી પ્રકાશ તરફ લઈ જનારું પર્વ એટલે દિવાળી. રામચંદ્રજીએ રાવણનો નાશ કરી આ દિવાળીના દીવસે અયોધ્યામાં આગમન કર્યું હતું.તેના આનંદમાં અયોધ્યા નગરીના માણસોએ દિવાળી ઉજવી હતી.ત્યારથી દિવાળી ઉજવાય છે.
- સાધુ પ્રેમવત્સલદાસજી કુમકુમ
- મો. ૯૮૯૮૭૬૫૬૪૮
- વોટસેપ – ૬૩૫૨૪૬૬૨૪૮