આ કારોબારી સાથે સાથે મોરબીમાં થયેલી કુદરતી હોનારત માટે અર્બુદા સેના તથા લાયન્સ ક્લબ ગાંધીનગર દ્વારા રક્ત દાન શિબિર યોજાઈ

અમદાવાદ
અર્બુદા ગુજરાત પ્રદેશ દ્વારા સોમવારે અમદાવાદના પંડિત દિનદયાલ ઓડિટોરિયમ ખાતે પ્રદેશ કારોબારી બેઠક શ્રી વિપુલભાઈ ચૌધરીનાં પ્રતિક સમાન પાઘડીની ઉપસ્થિતિમાં મળી હતી. આ બેઠકમાં સમાજના વિવિધ શૈક્ષણિક, સામાજિક અને રાજકીય ઠરાવો કરવામાં આવ્યા હતા અને તમામ ઠરાવોની બહાલી આપવામાં આવી હતી. તેમજ બનાસકાંઠા સાબરકાંઠા વિસ્તારમાં અર્બુદા સેના તથા અર્બુદા મહિલા સેનાના હોદ્દેદારોને નિમણૂક પણ પત્રો એનાયત કરવામાં આવ્યા હતા.
આ ઉપરાંત મોરબીમાં પુલ તૂટવાની ઘટનાને લઈ અર્બુદા સેનાંના સૈનિકોએ અત્યંત દુઃખની લાગણી વ્યક્ત કરી હતી અને દુર્ઘટનામાં ઘાયલ થયેલા વ્યક્તિને સરળતાથી રક્ત મળી રહે તે માટે સ્થળ ઉપર તાત્કાલિક લાયન્સ ક્લબના સહયોગથી રક્ત શિબિર યોજાઈ હતી. જેમો 100 થી વધુ રક્તદાન કરવામાં આવ્યું.
મહેસાણા અર્બુદા સેનાના પ્રમુખ શ્રી મોઘજીભાઈ ચૌધરી એ કહ્યું હતું કે, અર્બુદા સેનાના સૈનિકોએ સમાજ ખૂબ મજબૂત થાય માટે તન મન ધન થી પ્રયાસ કરી રહી છે અને આવનારા સમયમાં પણ કોઈ રચનાત્મક કાર્યક્રમો કરશે, જો માન. વિપુલભાઈ ચૌધરી સાહેબને વર્તમાન સરકાર ન્યાય ના આપે તો કોણ જીતે છે એનાથી મતલબ નહીં પરંતુ આપણે પોતાની જગ્યા ઉપર ભાજપ તો નાજ જીતવું જોઈએ આ વાત સ્વીકારી લેવાની છે. ફરજ બને છે કે સ્વ.માનસીહદાદા અને સ્વ.ગલબાકાકાએ આપણને ખુબ મજબૂત કર્યા છે. સમાજે હવે ઋણ ચૂકવવાનો સમય આવી ગયો છે.
આવનારી 15મી નવેમ્બરે ચરાડા ખાતે અર્બુદા સેનાની સાધારણ સભા અને સ્નેહમિલનનું આયોજન કરવામાં આવ્યું છે. ગુજરાતના 40 થી વધુ તાલુકામાં તા.3/11/22 થી તા.13/11/22 દરમ્યાન તાલુકા કક્ષાના સ્નેહમિલન કાર્યક્રમો નું આયોજન કરવામાં આવશે.
સમાજ એક બને નેક બને અને સંગઠિત બનાવવા માટે અર્બુદા એકતા યાત્રા કાઢવામાં આવી છે જે રાજ્યના ગામે ગામ ફરી ને સંગઠન ને મજબૂત બનાવી રહી છે.