સરદાર વલ્લભભાઈ પટેલ એટલે એકતાનું પ્રતિક, સરદાર વલ્લભભાઈ એટલે સાહસ અને તેજસ્વીતા નું પ્રતિક,*સરદાર વલ્લભભાઈ એટલે સરદાર વલ્લભભાઈ પટેલ* તેમના જેવું ના કોઈ હતું ના કોઈ છે અને ના કોઈ થશે. એક ખુડૂત પતિવારમાં જન્મ લઈ નૈતિકતા, નીતિમત્તા,નિયમિતતાના પૂજારી, કર્મનિષ્ઠ વ્યક્તિત્વ ,સીધું સાદું લોકઉપયોગી જીવન, એક જમાનામાં સૌથી મોંઘા ધારાશાસ્ત્રી હોવા છતાં રાષ્ટ્ર માટે વકીલાત છોડી દેનાર રાષ્ટ્રપ્રેમી, ભારતના પ્રથમ નાયબ વડાપ્રધાન,રાષ્ટ્રીય નેતા, *ભારતના લોખંડી પુરુષ* પોતાની ઈચ્છાઓ જતી કરી મોટા ભાઈને ઇંગ્લેન્ડ વકીલાત કરવા પોતાના અભ્યાસ માટે ખેતીમાંથી ભેગા કરેલા નાણાં ભાઈને આપી દેનાર બાંધવ,ખેડૂતોની ચિંતા કરનાર સરદાર,આઝાદીના લડવૈયા,દેશના નાના મોટા રજવાડાઓને એક એક કરી ભારતીય સંઘમાં જોડી અખંડ ભારતનું નિર્માણ કરનારા શિલ્પી એકતાનું પ્રતીક, ભારતને મજબૂત,સમૃદ્ધ રાષ્ટ્ર બનાવનાર સ્વપ્ન દ્રષ્ટા,*દેશ કો મજબૂત કરને કે લીયે બંદૂક ભી રખેંગે ઔર ટોપ ભી રખેંગે* એ વિચાર જ તેમની રાષ્ટ્રભક્તિ,દેશદાઝ અને રાષ્ટ્ર પ્રત્યે તેમની કૃતજ્ઞતા તેમની વાણીમાં જ જોવા મળે છે.તેમણે જૂનાગઢ,કાશ્મીર અને હૈદરાબાદ ને પોતાની કુનેહ બુદ્ધિચાતુર્ય અને સૈન્ય તાકાતથી ભારતીય સંઘમાં ભેળવી દેનાર ભારત મહારત્ન સરદાર પટેલ વિશે લખીએ એટલું ઓછુ પડે,તમના વિશે બોલીએ એટલું ઓછું પડે,વલ્લભભાઈ પટેલ એટલે એક એવું નામ,જેમને આખી દુનિયા સરદારના નામથી ઓળખે છે,જેમનામાં નાનપણથી જ નીડરતા અને મજબૂત મનોબળ જોવા મળ્યું છે.અને આપણે એમના વિશે ઘણું બધું સાંભળ્યું છે,વાંચ્યું છે.સરદાર એટલે એક એવી વિચારધારા છે જેમને દેશની એકતા અખંડિતતાને જ હંમેશા પ્રાધાન્ય આપ્યું છે.જેમના દુરંદેશી વિચારોના લીધે જ આજ આપણે સૌ અખંડ ભારત જોઈ શકીએ છીએ.આજ સરદાર વલ્લભભાઈ પટેલની 147મી જન્મ જયંતિ નિમિતે આખો દેશ એકતા દિવસ તરીકે ઉજવી રહ્યું છે ત્યારે *જિલ્લા શિક્ષણાધિકારી ની કચેરી વડોદરા ખાતે મદદનીશ શિક્ષણ નિરીક્ષક તરીકે ફરજ બજાવતાં શ્રી જયેશ એન.શ્રીમાળી જેઓ ‘શુકુન’શ્રીજય પલિયડ નામથી કવિ અને લેખક તરીકે જાણીતા છે.* જેમણે સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જયંતિએ પુષ્પાંજલી રૂપ તેમની રચના તેમના ચરણોમાં અર્પણ કરી અનોખી રીતે એકતા દિવસની ઉજવણી કરી હતી. *સરદાર*
સરદાર….સરદાર….સરદાર ઓ સરદાર..
ભારત માતાના વીર છો લોખંડી પુરુષ છો,
ભારત માતાની આંખો નું તમે જ નૂર છો,
સરદાર….સરદાર….સરદાર ઓ સરદાર..
અંગ્રેજોની સામે ખેતી કર માટે લડ્યા,
ખેડુતોની સાથે રહી સરદાર તમે બન્યા.
સરદાર….સરદાર….સરદાર ઓ સરદાર..
મહારાજા રાજવાડાને એક તમે કર્યા,
અખંડ ભારતના શિલ્પી તમે જ બન્યા.
સરદાર….સરદાર….સરદાર ઓ સરદાર..
જુનાગઢ હોય ભલે હોય હૈદરાબાદ,
મા ભોમની માટી કાશ્મીર કર્યુ આબાદ.
સરદાર….સરદાર….સરદાર ઓ સરદાર..
નરેન્દ્ર અમિતે સાકાર કર્યું સ્વપ્ન,
“શુકુન”સરદારને કાશ્મીર મારુ સ્વર્ગ છે,
ભારતના સપૂતોની આતો ઓળખાણ છે.
મા ભોમ માટે મરવું ગુજરાતીની શાન છે.
સરદાર….સરદાર….સરદાર ઓ સરદાર..
કવિ- “શુકુન”શ્રીજય પલિયડ.
