કુમકુમ મંદિર ખાતે કચ્છના સંત જીવનપ્રાણ બાપાશ્રીની ૧૭૮ મી પ્રાગટ્ય જયંતી ઊજવાશે.


તા. ૪ અને પ નવેમ્બરના રોજ સદ્ગુરુ શાસ્ત્રી શ્રી આનંદપ્રિયદાસજી સ્વામી સંસ્થાપિત શ્રી સ્વામિનારાયણ મંદિર
- કુમકુમ – મણિનગર ખાતે કચ્છના સંત જીવનપ્રાણ શ્રી અબજીબાપાશ્રીની ૧૭૮ મી જયંતીની ઉજવણી કરવામાં આવશે. આ પ્રસંગે જીવનપ્રાણ બાપાશ્રીની વાતોની પારાયણ, ૧ર કલાકની ધુન, અન્નકૂટ, સંતવાણી આદિ ઉત્સવો ઉજવાશે.
કુમકુમ મંદિરના સાધુ શ્રી પ્રેમવત્સલદાસજી સ્વામીએ જણાવ્યું હતું કે,આ જીવનપ્રાણ અબજીબાપાશ્રીએ સ્વામિનારાયણ સંપ્રદાયનો મૂળભૂત ગ્રંથ જે વચનામૃત તેના ઉપર રહસ્યાર્થ પ્રદિપિકાટીકા કરી છે. જેમાં શ્રી સ્વામિનારાયણ ભગવાનનું જેવું છે તેવું મહાત્મય તથા અનાદિમુક્તની સ્થિતિ, મૂર્તિમાં રસબસપણે રહેવાની વાત તથા જીવનો આત્યંતિક મોક્ષ કેવી રીતે થાય છે અને ભગવાનના અક્ષરધામને પામવાના સરળ કયા ઉપાયો છે તે અંગે ખૂબ જ સાદી અને સરળ ભાષામાં સમજાવ્યું છે. અને આજેય સંપ્રદાયમાં વચનામૃત રહસ્યાર્થ પ્રદીપિકાટીકા, તથા તેમણે કરેલી બે ભાગ વાતોનું વાંચન, શ્રવણ કરી અનેક સંતો – ભક્તો સુખિયા થાય છે. હોંગકોગમાં તેમના જીવન ઉપર પ્રકાશિત થયેલ “ કચ્છના સંત શ્રી અબજીબાપા” નામનું પુસ્તક મોટી સંખ્યામાં વહેચાયું હતું.
આવા જીવનપ્રાણ બાપાશ્રીના દર્શન આશીર્વાદનો લાભ શ્રી સ્વામિનારાયણ મંદિર – કુમકુમ – મણિનગરના સંસ્થાપક સદ્ગુરુ શાસ્ત્રી શ્રી આનંદપ્રિયદાસજી સ્વામીને પ્રાપ્ત થયો હતો. અને તેમણે જીવનપ્રાણ બાપાશ્રીના જીવન ઉપર શ્રી અબજીબાપાશ્રી ચરિત્રામૃત સુખસાગર નામનો ૧ર૦૦ થી વધુ પેજનો અદ્ભૂત ગ્રંથની પણ રચના કરી છે.
- સાધુ પ્રેમવત્સલદાસજી કુમકુમ
- મો. ૯૮૯૮૭૬૫૬૪૮