એચ.એ.કોલેજ ધ્વારા મોરબીના
દિવંગતોના આત્માને શ્રધ્ધાંજલિ અપાઈ
ગુજરાત લો સોસાયટી સંચાલિત એચ.એ.કોલેજ ઓફ કોમર્સના સ્ટડી સર્કલ ધ્વારા મોરબીમાં ઝુલતો પુલ તુટવાથી ૧૩૫ વ્યક્તીઓના મોત થયા હતા. આ હોનારતમાં મૃત્યુ પામેલા બધાજ દિવંગતોના આત્માને શાંતિ આપવા માટે કોલેજના સ્ટાફ તથા વિદ્યાર્થીઓ ધ્વારા શ્રધ્ધાંજલિ આપવામાં આવી હતી. કોલેજમાં વેકેશન હોવા છતા સ્વયંભુરીતે વિદ્યાર્થીઓ જોડાયા હતા. મોરબી દુર્ઘટનાના દિવંગત આત્માઓને હૃદયપૂર્વક શ્રધ્ધાંજલિ અર્પણ કરતા કોલેજના પ્રિન્સીપાલ સંજય વકીલે કહ્યું હતુ કે ભવીષ્યમાં આવી ઘટના ના બને તથા મૃતકોના આત્માને પ્રભુ શાંતિ આપે તેવી ઈશ્વરને પ્રાર્થના કરી હતી. આ ઘટના બનવાથી સમગ્ર દેશ તથા ગુજરાત રાજ્યમાં શોકનું મોજુ ફરી વળ્યુ છે. ભારતનો દરેક નાગરીક દુઃખી છે. કોલેજના વિદ્યાર્થીઓએ પીડિતો તથા તેમના પરિવારો પ્રત્યે કેન્ડલ પ્રગટાવી સંવેદના વ્યક્ત કરી હતી.
