આજે જ્યારે રાજ્ય સરકારે સમગ્ર રાજ્યમાં શોક જાહેર કર્યો છે ત્યારે કલાકારો અને કસબીઓની પણ ફરજના ભાગરૂપે *રવિશંકર એક્ટિવ આર્ટિસ્ટ ગ્રુપ* ( રાગ ) દ્વારા એક *કેન્ડલ માર્ચ* નું આયોજન કરવામાં આવ્યું અંદાજિત ૧૫૦ થી વધુ ની સંખ્યામાં અમદાવાદના વિવિધ ક્ષેત્રોના કલાકારો અને કસબીઓ ઉપસ્થિત રહ્યા. સફેદ વસ્ત્ર પરિધાનમાં હાથમાં કેન્ડલ લઈને રવિશંકર રાવલ કલા ભવનથી લો ગાર્ડન થઈ અને શહીદ સ્મારક સુધી આ કલાકારોએ પદયાત્રા કરી અને કેન્ડલ લાઈટ સાથે મોરબીના દિવંગત આત્માઓને શ્રદ્ધાંજલિ આપી. આ પ્રસંગે સૌ કલાકારોએ બે મીનીટ નું મૌન પાળી દુઃખ પણ વ્યક્ત કર્યું, મોરબીના તમામ દિવંગત આત્માઓને શાંતિ મળે તે માટે કરબદ્ધ પ્રાર્થના પણ કરવામાં આવી…ઓમ શાંતિ
