મોરબીની પુલની દુર્ઘટનાથી ફફડી ઉઠેલા નર્મદાનું વહીવટી તંત્રની ઉંઘ ઉડી

રાતોરાત રાજપીપલાથી રામગઢનો ખામીવાળો પુલ જર્જરિત પૂલને અવરજવર માટે બંધ કરાયો…
લોકાર્પણ વગર જ બે વર્ષ પહેલા ચાલુ કરી દેવાયોલે પુલ ત્રણ વાર વચ્ચેથી બેસી પડયો..
તાકલાદી પુલ ના બાંધકામ અંગે આજદિન સુધી ના તો કોઈ તપાસ થઈ કે ના તો જવાબદારો સામે કોઈ પગલાં લેવાયા..
રાતોરાત રાજપીપળા થી રામગઢપુલ બંધ કરવાની ફરજ પડી.
રસ્તો ડાયવર્ટ કરી વૈકલ્પિક માર્ગના ઉપયોગ અંગે અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ ને જાહેરનામું પ્રસિદ્ધ કરવાની ફરજ પડી.
રાજપીપળા, તા 2
મોરબીની પુલની દુર્ઘટનાથી દરેક જિલ્લાનું વહીવટી તંત્ર ફફડી ઉઠ્યું છે. જેનાં પડઘા નર્મદા જિલ્લામા પણ પડ્યા છે.ફફડી ઉઠેલા નર્મદાના વહીવટી તંત્રએ રાતોરાત રાજપીપલાથી રામગઢનો વિવાદાસ્પદ અને ખામીવાળા જર્જરિત પૂલને અવરજવર માટેફરી એક વાર બંધ કરી દેવાયો છે.
લોકાર્પણ વગર જ બે વર્ષ પહેલા ચાલુ કરી દેવાયેલો આ પુલ ત્રણ વાર વચ્ચેથી બેસી પડયોહતો. તેના બોલ બેરિંગ ખસી ગયા હતા. જેને કારણે બબ્બે વાર પુલને બંધ કરી સમારકમ હાથ ધરાયું હતું. આટલુ ઓછું હોય તેમ ગયા મહિને પુલને છેડે 20 ફુટ ઊંડું ગાબડું પડી ગયું હતું. ત્યારે ફરી એકવાર આ પુલના તકલાદી કામની પોલ ખુલી ગઈ હતી ત્રણ ત્રણ વાર આ પુલને બંધ કરવામાં આવ્યો. પુલના તકલાદીકામોની પોલ ખુલી હોવા છતાં જવાબદાર એજન્સી સામે કે જવાબદાર કોન્ટ્રાક્ટર કે જવાબદાર અધિકારીઓ સામે કેમ કોઈ પગલાં આજદિન સુધી લેવાયા નહીં? એ પ્રશ્ન આમજનતા મા છેડેચોક બોલાઈ રહ્યો છે. નર્મદા જિલ્લાનું જવાબદાર વહીવટી તંત્ર મૂક પ્રેક્ષક બનીને રહીં ગયું છે ત્યારે આમ જનતા માટે શાપરૂપ પુરવાર થયેલા આ પુલના તકલાદી બાંધકામ અંગે કેમ કોઈ આજદિન સુધી તપાસ સમિતિ નિમાઈ નથી કે કેમ જવાબદારો જેલના સળિયા પાછળ ધકેલાયા નથી? એ પ્રશ્ન છેડેચોક ચર્ચાઈ રહ્યો છે.
આ તકલાદી પુલ ના બાંધકામ અંગે આજદિન સુધી ના તો કોઈ તપાસ થઈ કે ના તો જવાબદારો સામે કોઈ પગલાં લેવાયા..રાતોરાત રાજપીપળા થી રામગઢપુલ બંધ કરવાનીકેમ ફરજ પડી.? હવે જયારે મોરબી દુર્ઘટનાં પછી તંત્રની ઉંઘ ઉડી ત્યારે રાતોરાત રાજપીપળા થી રામગઢ નો રસ્તો ડાયવર્ટ કરી વૈકલ્પિક માર્ગના ઉપયોગ અંગે જાહેરનામુંબહાર પાડવાની ફરજ પડી છે.
મોરબી ખાતે ભયંકર દુરઘટના સર્જાતા સરકાર હવે સતર્ક બની છે જ્યાં જ્યાં જર્જરિત પુલો છે તેના પર અવર જવર બંધ કરવામાં આવી રહી છે, વહિવટી તંત્ર આદેશો જારી કરી રહ્યું છે ત્યારે રાજપીપળા થી રામગઢ વચ્ચે નો પુલ પણ નબળો હોય ને આ પુલ પરથી પસાર થતાં વાહનો લોકો માટે ની અવર જવર બંધ કરતો જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.
રાજપીપલાથી રામગઢને જોડતો રસ્તો બંધ કરી નાગરિકોના અવર જવર તેમજ વાહન વ્યવહાર માટે રોડને ડાયવર્ટ કરી એક વૈકલ્પિક માર્ગ માટે વડીયા જકાતનાકાથી નેત્રંગ તરફ જતા રસ્તાનો ઉપયોગ કરવા અંગે અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ સી.એ.ગાંધીએ જાહેરનામું પ્રસિદ્ધ કર્યું છે. આ રોડ બંધ હોવાથી લોકોને મુશ્કેલી ન પડે તથા જાહેર જનતાની સલામતી જળવાઇ રહે તે માટે હવેથી લોકહિતમાં ઉચ્છલ આવવા-જવા માટે ટ્રાફીક ડાયવર્ઝનના વિકલ્પ તરીકે વડીયા જકાતનાકાથી નેત્રંગ તરફ જતા રસ્તાનો ઉપયોગ કરી શકાશે. આ જાહેરનામું તા.૦૧/૧૧/૨૦૨૨ થી તા.૦૧/૦૧/૨૦૨૩ સુધી અમલમાં રહેશે.
આ જાહેરનામાનો ભંગ કરનાર વ્યક્તિ ભારતીય દંડ સંહિતાની કલમ – ૧૮૮ મુજબ શિક્ષાને પાત્ર થશે. આ જાહેરનામાનો ભંગ કરનારા વ્યક્તિઓ વિરૂધ્ધ ફરિયાદ દાખલ કરવા માટે નર્મદા જિલ્લામાં ફરજ બજાવતા નાયબ પોલીસ અધિક્ષક થી પોલીસ સબ ઈન્સ્પેક્ટર સુધીનો હોદ્દો ધરાવનાર પોલીસ અધિકારી ઓને અધિકૃત કરવામાં આવ્યાં છે.
ત્યારે સવાલ એ ઉભો થાય છે કે આ પુલ પરથી પસાર થાય ત્યારે પુલ તૂટી પડે અને લોકોના જાન જાય તેની શું તંત્ર બે વર્ષથી રાહ જોઈ રહ્યું છે.? હવે મોરબી પુલની ઘટના પછી નર્મદાનું વહીવટી તંત્ર રાતોરાત દોડતું થઈ ગયું છે. લોકાર્પણ વગર જ ચાલુ કરી દેવાયેલ આ તકલાદીઅને મોતનો સોદાગર સાબિત થયેલ આ પૂલ ને વારંવાર નવેસરથી બનાવવાની માંગ કરી છે છતાં તેને સામાન્ય સમાર કામ કરીને પુલ ચાલુ કરી દેવાય છે. ખાટલે મોટી ખોડ તો એ છે કે વિરોધપક્ષની ની નબળી નેતાગીરી ને નમાલી રાજપીપલાની જનતાના સૂચક મૌન ને કારણે આ પુલ મોતનો સમાન બનીને ઉભો છે ત્યારે હવે તો નવેસરથી જ નવો પુલ બનાવે એજ એક માત્ર વિકલ્પ બચ્યો છે ત્યારે તંત્ર અને જવાબદારોમા જરા પણ સંવેદના અને માનવતા બચી હોય તો ક્ષણનોય વિલંબ કર્યા વગર આ પુલ નવેસરથી જનહીત માટે બનાવવામાં આવે એ જ જનહિત માટે નિર્ણય લેવાય એવી સૌ કોઈની માંગ ઉઠી છે.
તસવીર :દીપક જગતાપ, રાજપીપલા