” કોમ્પ્યુટરના સીમ્પલ પેઇન્ટિંગ એપ” મા શૈલેષ પટેલ દ્વારા તૈયાર કરાયેલ દિવાળી નું આ યુનિક ડિજિટલ ચિત્ર છે. કે જેમાં આખા શહેરમાં દિવાળીના તહેવારની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવે છે તે લાઇન ડ્રોઇંગ દ્વારા નિરુપીત કરાયું છે.

આખા ચિત્રની સાઈઝ ત્રણ બાય સાત ફૂટ ની છે અને કેન્વાસ પર એની ડિજિટલ પ્રિન્ટ કરવામાં આવી છે.
આખું ચિત્ર તાજેતરમાં જ પૂરું કરાયું છે અને આ ચિત્ર બનાવતા લગભગ પચ્ચીસ દિવસ નો સમય લાગ્યો છે.
આર્ટિસ્ટ શૈલેષ પટેલ નું આ ડિજિટલ પેઇન્ટિંગ સરકાર ના ” ડિજિટલ ઇન્ડિયા” ના કોન્સેપ્ટ ને પણ ફૂલફિલ કરે છે.