
યુએસની સ્ટેચ્યુ ઓફ લિબર્ટી કરતાં સ્ટેચ્યુ ઓફ યુનિટી વધુ પસંદ આવી
અહીંની સ્વચ્છતા અને નરેન્દ્ર મોદીના સ્વચ્છ ભારત અભિયાનથી પ્રભાવિત
હેરોલ્ડ ડિસોઝાના દીકરાએ તો કહ્યુંકે હું અમેરિકા જઈને મારા મિત્રોનેસ્ટેચ્યુ ઓફ યુનિટી જોવા લઇ આવીશ.
રાજપીપલા તા.3
નર્મદાના એકતા નગર ખાતે આવેલ વિશ્વની સૌથી ઊંચી સરદાર પટેલની પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી હવે માત્ર ભારતના પ્રવાસીઓમાં જ નહીં પણ હવે વિશ્વના પ્રવાસીઓ માટે પણ આકર્ષણનું કેન્દ્ર બનીગઈ છે
દિવાળી વેકેશનમાં ખાસ અમેરિકાથી પધારેલા ભારતના મૂળ નિવાસી અને હાલ અમેરિકામાં રહેતા હેરોલ્ડ ડિસોઝા તેના પરિવાર સાથે ખાસ સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવા આવ્યા હતા.
લોકો ભારતમાંથી અમેરિકા સહીત બીજા દેશોમાં ફરવા માટે જાય છે.જ્યારે દિવાળી વેકેશનમાં અમેરિકાથી ખાસ વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવા રાજપીપળા અને કેવડિયા પધાર્યા હતા.
તેઓ યુવરાજ માનવીન્દ્રસિંહના ખાસ મિત્ર હોવાથી રાજપીપળા રાજવંત હોટલ ખાતે પધાર્યા હતા. તેમની સાથે મુલાકાત લેવાનું થયું.
તેમણે એક મુલાકાતમાં જણાવ્યું હતું કે વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા જોવા ખાસ ભારત આવ્યો છું.મેં સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લીધી છે.વિશ્વની સૌથી ઊંચી 182 મીટર ની સરદાર પટેલની પ્રતિમા જોઈને હું દંગ રહી ગયો. યુએસમાં સ્ટેચ્યુ ઓફ લિબર્ટી પણ જોઈ છે પણ મને સ્ટેચ્યુ ઓફ યુનિટી વધારે ગમી.હું યુએસ સહિત બીજા ઘણા બધા દેશોમાં ફર્યો છું પણ આટલું નેટ એન્ડ ક્લીન સ્વચ્છતા બીજે મને ક્યાંય જોવા મળી નથી. નરેન્દ્ર મોદીના ડ્રીમ પ્રોજેક્ટ સ્ટેચ્યુ ઓફ યુનિટીને હું સલામ કરું છું. નરેન્દ્ર મોદીનું સ્વચ્છ ભારત અભિયાન પણ મને ખૂબ ગમ્યુંછે . બધા સાથે મળીને ટીમ વર્કથી કામ કરીએ તોઘણું સરસ કામ થઈ શકે.
તેમણે સ્ટેચ્યુ ઓફ યુનિટી ની મુલાકાત પછી પોતાના અનુભવો વર્ણવતા જણાવ્યું હતું કે અહીંના રેસ્ટ રૂમ અને અન્ય જગ્યા ની જગ્યા ખૂબ સ્વચ્છ છે. અહીંની પોલીસ પણ ખૂબ સહકાર આપે છે.અહીંના લોકો પણ ખૂબ સારા છે.કલાકો સુધી શિસ્તબધ્ધ રીતે કલાકો સુધી લાઈનમાં ઉભા રહે છે. ક્યાંયે કોઈ ધક્કામુક્કી જોવા મળી નહીં. 70 થી 80 વર્ષના વયોવૃધો માટે પણઅહીં વીલચેરની ઉત્તમ સુવિધા છે. એટલું જ નહીં એસ્કેલેટરની પણ સુંદર વ્યવસ્થા હોવાથી ચાલવું પડતું નથી.
ખાસ કરીને સ્ટેચ્યુ ઓફ યુનિટી પરનો લેસરશો જોઈને દંગ રહી ગયા. લેસરશો જોઈને એમણે એટલું જ કહ્યું..અમેઝિંગ..લેસર શોની ટેક્નિક અને સરદાર પટેલની ફ્રીડમની સ્ટોરી મને ખૂબ ગમી.
તેમણે પોતાના અભિપ્રાયો આપતા જણાવ્યું હતું કે બીજા દેશોમાંથી પણ પ્રવાસીઓ હવેSOU જોવા આવશે.
તેમણે એમ પણ જણાવ્યું હતું કે મારા દીકરા સ્ટેચ્યુ ઓફ યુનિટી જોઈને ખૂબ પ્રભાવિત થયા. અને તે અને કહ્યું કે અમેરિકા પરત જઈશ અને ભારતની સ્ટેચ્યુ ઓફ યુનિટી વિશે મારા મિત્રોને વાત કરીશ. અને મારા મિત્રોને લઈને ફરી પાછો ભારત સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવાચોક્કસ લઈ આવીશ.
તેમણે નરેન્દ્ર મોદીની ભારોભાર પ્રશંસા કરતા જણાવ્યું હતું કે આમ તો મારું ફાઉન્ડેશન ગુજરાત જ છે.નરેન્દ્ર મોદીએ જે પોતાનો ડ્રિમ પ્રોજેક્ટ ઉભો કર્યો છે તે ખુબજ અમેઝિંગ છે.સૌને સાથે લઈને ટીમવર્કથી કામ કરે છે એનાથી સફળતા મળે છે.હું પણ અમેરિકામાંટીમ વર્ક મેનેજમેન્ટ ઇસ ડ્રિમ વર્ક..
આ એજ ભારતીય અમેરિકન છે જેઓ અમેરિકામા હ્યુમન ટ્રાફિકિંગનો શિકાર બન્યા હતા. અને સંઘર્ષ અને માનસિક યાતનાઓ સાથે ડિપ્રેસનમાંથી બહાર નીકળી ને અમેરિકામા જે ગુજરાતીઓ અને ભારતીયો જેઓ હ્યુમન ટ્રાફિકિંગનો શિકાર બન્યાછે. તેમને એમાંથી બહાર કાઢવા પોતાની સંસ્થા “આઇઝ ઓપન ઇન્ટરનેશનલ “શરૂ કરી છે. તેમની કામગીરીથી અમેરિકાના રાષ્ટ્રપતિ ઓબામા અને ટ્રમ્પ પણ પ્રભાવીત થયાં હતા. ઓબામાએ વ્હાઇટ હાઉસમા તેમને મોટી જવાબદારી સોંપી હતી.
તસવીર :દીપક જગતાપ, રાજપીપલા