
રાજપીપલા, તા.3
ગુજરાત વિધાનસભાની ચૂંટણી જાહેર થતાં જ નર્મદા જિલ્લાના રાજકારણમાં રાજકીય ગરમાવો આવી ગયો છે.
પ્રથમ તબક્કાનું મતદાન આગામી તારીખ ૧ ડિસેમ્બરના રોજ યોજાવાનું છે. ત્યારે નર્મદા જિલ્લાની બે વિધાનસભા બેઠકો માટે પણ 1લીએ ચૂંટણી યોજાવાની છે.
નર્મદા જિલ્લાની બે વિધાનસભા બેઠકોમાં 148,નાંદોદ વિધાનસભા અને 149, ડેડીયાપાડા વિધાનસભા બન્ને બેઠકોની ચૂંટણી પહેલી ડિસેમ્બર યોજાશે. ત્યારે આ ચૂંટણીની જાહેરાતથી નર્મદા જિલ્લાના રાજકીય પક્ષોમાં રાજકીય ગરમાવો આવી ગયો છે.
નાંદોદ વિધાનસભા બેઠકની વાત કરીએ તો
ગત બેઠક પર કોંગ્રેસના ધારાસભ્ય પીડી વસાવાની જીત થઈ હતી.
આ વખતે નાંદોદ વિધાનસભા બેઠક ઉપરકોંગ્રેસ, ભાજપા અને આમ આદમી પાર્ટી વચ્ચે સીધો ત્રિપાખીયો જંગ ખેલાવાનો છે.
નાંદોદ બેઠક પર આમ આદમી પાર્ટીના ઉમેદવાર પ્રફુલ વસાવાના નામની જાહેરાત થઈ ચૂકી છે.
જ્યારે કોંગ્રેસ અને ભાજપે હજુ પોતાના ઉમેદવાર જાહેર કર્યા નથી.
એ જ પ્રમાણે ડેડીયાપાડા વિધાનસભા બેઠક ઉપર પણ બીટીપી ના ઉમેદવાર મહેશ વસાવા વિજેતા થયા હતા.
હવે આ વખતે ડેડીયાપાડા બેઠક ઉપર ચતુષ્કોણીય જંગ ખેલાવાનો છે.જેમાં ભાજપ, કોંગ્રેસ,બીટીપી અને આમ આદમી પાર્ટીના ઉમેદવારો વચ્ચે ચૂંટણી લડાશે.
જેમાં અત્યાર સુધીમાંડેડીયાપાડા બેઠક પર આમ આદમી પાર્ટીના ઉમેદવારચતુર વસાવાના નામની ની જાહેરાત થઈ ચૂકી છે.જ્યારે ભાજપ, કોંગ્રેસ અને બીજેપીના ઉમેદવારની જાહેરાત હજી બાકી છે.
હવે ટૂંક સમયમાં ઉમેદવારોના ફોર્મ ભરાશે
ત્યારે વધુ ચિત્ર સ્પષ્ટ થશે
પણ ચૂંટણીની જાહેર થતાં રાજકીય છાવણીમાં રાજકીય ગરમાવો આવી ગયો છે.
તસવીર: દીપક જગતાપ,રાજપીપળા