મહમંદ માંકડના મોતી
મોર પીંછના રંગ અહીં જ રહી ગયા આજ,
અજાણ્યા બે કેમ અહીં જ રહી ગયા આજ.
ઘુમ્મસ છવાઇ ગયું સાહિત્યપટ પર આજ,
ચન્દ્ર રવીનું ગ્રહણ, ગ્રહણરાત્રી, પર આજ.
મંદારવૃક્ષ તળે રાતવાસો થઈ ગયો આજ, બંધ નગરમાં ખેલ,કાયર, થઈ ગયો આજ.
નિબંધ સંગ્રહ,ઝાકળના મોતી,બન્યા આજ,
આજની ક્ષણ,માટીની મૂર્તિ,તપ,થયા આજ.
અશ્વદોડ,દંતકથા વાત વાતમાં, એમ થઈ ગયી,
સુખ એટલે,વંચિતા,ઝંખના,અનુત્તર થઈ ગયી.
મનના મોરાદ,આપણે માણસ,વાર્તાના માંકડ !
કેલિડોસ્કોપ નજરે ચંપુકથાઓ લખી ગયા માંકડ !
કવિ- શ્રીજય પલિયડ.
તા.06/11/2022.10.13am

એક સાહિત્ય પ્રિય હૃદય ધરાવતો હોવાને કારણે એક એવા લેખક જેમને ગુજરાતી સાહિત્યને દિપાવ્યું છે.એની સુવાસ આખા વિશ્વ સુધી ફેલાવી છે.તો આવા લેખકને શ્રદ્ધાજંલી આપતા મારી કલમને પણ વાચા મળી અને એટકે જ તેમના સર્જનનું સુંદર કાવ્ય લખાઈ ગયું.
મહમંદ વલીભાઈ માંકડનો જન્મ ૧૩ ફેબ્રુઆરી, ૧૯૨૮ ના રોજ ગુજરાતના ભાવનગર હાલના બોટાદ જિલ્લા ના પાળીયાદ ગામમાં થયો હતો.બી.એ. સુધી અભ્યાસ કરી તેઓ બોટાદ ખાતે માધ્યમિક શાળામાં શિક્ષક તરીકે સેવા આપી હતી.તેઓને લેખન કાજે સુરેન્દ્રનગર ખાતે સ્થાયી થયા.ગુજરાતી સાહિત્ય અકાદમીના પ્રથમ ચેરમેન તરીકે ૧૯૮૨ થી ૧૯૯૨ લગી સેવા આપી.૧૯૮૪ -૯૦ સુધી તેઓ GPSC અને ગુજરાત યુનિવર્સિટીનનાસેનેટ સભ્ય તરીકે પણ સેવા પ્રદાન કરી હતી.
મહમંદ માંકડ સાહેબે એક સુપ્રસિધ્ધ લેખક, નવલકથાકાર,નિબંધકાર અને બાળ વાર્તાકાર તેમજ ભાષાંતરકાર તરીકે ગુજરાતી સાહિત્યને જે આગવું પ્રદાન આપ્યું છે.આ સાથે તેમણે ગુજરાત સમાચાર જેવા ઘર ઘર સુધી પહેચતાં વર્તમાણપત્રની કેલિડોસ્કોપ કટારના લેખક તરીકે વર્ષો સુધી લખ્યું છે.તેમના ગુજરાતી સાહિત્ય સર્જનને મેં મારા આ કાવ્યમાં વણી લીધા છે.
માંકડ સાહેબને તમને સાહિત્ય સર્જન માટે રણજીત રામ સુવર્ણચંદ્રક થી ૨૦૦૭માં, ગુજરાતી સાહિત્ય અકાદમી દ્વારા ૧૯૬૭ અને ૧૯૯૨માં પુરસ્કૃત કરવામાં આવ્યા હતા.આ ઉપરાંત ગુજરાત સરકાર તરફથી પુરસ્કારો મળેલા હતા. ગુજરાત સાહિત્ય અકાદમી તરફથી વર્ષ ૨૦૧૮નો સાહિત્ય ગૌરવ પુરસ્કારથી ૨૦૧૯માં સન્માનિત કરવામાં આવ્યા હતા.
આજ ૯૪વર્ષની ઉંમરે મહંમદ વલીભાઈ માંકડની ચીર વિદાયથી ગુજરાતી સાહિત્યને ન પુરી શકાય તેવી ખોટ પડી છે.પરમ કૃપાળું પરમાત્મા તેમના આત્માને ચીર શાંતિ અર્પે.
લેખક/કવિ- શ્રીજય પલિયડ.
તા.06/11/2022.10.13am