આફ્રિકન દેશ દક્ષિણ સુદાનમાં એક પ્રાણીને હત્યાની સજા આપવામાં આવી છે. દક્ષિણ સુદાનમાં એક મહિલાની હત્યા કરવા બદલ ઘેટાને 3 વર્ષની જેલમાં મોકલવાનો અનોખો કિસ્સો સામે આવ્યો છે. આરોપી ઘેટાંએ 45 વર્ષીય વૃદ્ધ મહિલા અધિયુ ચપિંગને તેના શિંગડા વડે માર માર્યો હતો. આ ઘેટાંએ મહિલાની પાંસળી પર હુમલો કર્યો અને મહિલાનું મૃત્યુ થયું હતું.
