ટમટમતા આ દીવડાની રંગીલી જાત
દિવાળીના અવસરે ઉજળી સૌગાત

ચકચકારો કરે છે ઉડીને મીઠો મધુરો
ચકલી માટે ઉગ્યું આજ નવું પ્રભાત
હરપળ ખુશી છલકે, સૌનાં હૃદયમાં
સૌનાં હૈયે લીલાછમ પટોળાંની ભાત
રંગોળી વધારે છે અસર આંગણાની
અણસારા આંગળીના ઉજવે છે રાત
વસ્ત્ર પરિધાન ને ઘરેણાંનો શણગાર
શક્તિ સજાવે, રંગ મેઘધનુના સાત
ઉડીને આંખે વળગે સદા ગરિમા એની
સર્વોત્તમ જ રહી છે મારી નાગરી નાત
ઘર ને મનના ખુલ્લાં રાખજો દરવાજા
રૂમઝૂમ પગલે આવશે મહાલક્ષ્મી માત
પૂજન મજમુદાર ૨૫/૧૦/૨૦૨૨