વિશ્વભરમાં મંકીપોક્સના કેસોમાં ઝડપથી વધારો થયો છે. મંકીપોક્સ જે ગયા સપ્તાહ સુધી 11 દેશોમાં સીમિત હતું, તે હવે 20 દેશોમાં ફેલાઈ ગયું છે. WHOએ શુક્રવારે કહ્યું કે વિશ્વના 20થી વધુ દેશોમાંથી મંકીપોક્સના લગભગ 200 કેસ નોંધાયા છે.WHOએ કહ્યું કે આ રોગચાળાને નિયંત્રિત કરી શકાય છે અને વિશ્વભરમાં ઉપલબ્ધ આ રોગ માટે દવાઓ અને રસીઓના સમાન વિતરણનો પ્રસ્તાવ મૂક્યો છે.
