મતદાન જાગૃતિ કાર્યક્રમ અંતર્ગત આગામી વિધાનસભા ચૂંટણીમાં લોકશાહી પર્વના અનેરા અવસરની સમાજમાં જાગૃતિ ફેલાય તેમજ મતદાન માટે યુવાનો વધુ પ્રમાણમાં જોડાય તેવા હેતુસર નવા કોબા પગાર કેન્દ્ર શાળામાં સંકલ્પ પત્રની વહેંચણી કરી સંકલ્પ લેવામાં આવ્યા.
આ કાર્યક્રમમાં ગામના પૂર્વ સરપંચ શ્રી યોગેશભાઈ નાયી, પુરી ફાઉન્ડેશનના રજીસ્ટ્રાર ડોક્ટર મનીષ પરમાર, ડોક્ટર રવિ તેમજ અન્ય પ્રોફેસર તથા નવા કોબા પગાર કેન્દ્રના આચાર્યશ્રી હસમુખભાઈ પ્રજાપતિ અને શિક્ષકો જોડાયા હતા.
