ઓમ કૉમ્યુનિકેશન દ્વારા તા.12 નવેમ્બર,શનિવારના રોજ સાંજે 05-30 કલાકે ગોવર્ધનસ્મૃતિ મંદિર સભાગૃહ,ગુજરાતી સાહિત્ય પરિષદ,અમદાવાદ ખાતે ‘પુસ્તક પરિચય’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું.

‘પુસ્તક પરિચય’ અંતર્ગત સાહિત્યસર્જક શામળ કૃત પુસ્તક ‘ચંદ્ર-ચંદ્રાવતી વારતા’ વિશે સાહિત્યકાર નરેશ વેદ અને સાહિત્યસર્જક અખો કૃત પુસ્તક ‘અખેગીતા’ વિશે સાહિત્યકાર દલપત પઢિયારે આસ્વાદલક્ષી વક્તવ્ય આપ્યું.સમગ્ર કાર્યક્રમનું સંચાલન કવિ મનીષ પાઠક ‘શ્વેત’એ કર્યું.આ પ્રસંગે વિદ્યાર્થીઓ, સાહિત્યકારો અને પુસ્તકપ્રેમીઓ ઉપસ્થિત રહ્યા હતાં.આ કાર્યક્રમને માણવા કોઈપણ પ્રકારની પ્રવેશ ફી રાખવામાં આવી ન્હોતી.
——–
શ્રી નરેશ વેદ :
શામળની ‘ચંદ્ર-ચંદ્રાવતી વારતા’ પદ્ય વાર્તા છે.આ વાર્તા આજે સરળ અને રોમેન્ટિક વાર્તા લાગે છે. પરંતુ એ જમાનાના સંદર્ભમાં આ વાર્તા આધુનિક છે.છપ્પા, દોહરા અને ચોપાઈમાં લખાયેલી આ વાર્તામાં અલંકારો પણ વપરાયા છે.સાહિત્યકાર નવલરામે શામળને વાણીયાનો કવિ કહ્યો છે.શામળ પદ્ય વાર્તામાં ઉખાણાં મૂકે છે અને સમસ્યાની ગોઠવણી કરે છે.શામળની વાર્તામાંથી વ્યવહાર જ્ઞાન પ્રાપ્ત થાય છે અને વાસ્તવ ને મૂલ્યનો બોધ પ્રાપ્ત થાય છે.
———
શ્રી દલપત પઢિયાર :
મધ્યયુગનો સમર્થ વેદાંત કવિ એટલે અખો.અખાને પુસ્તકોથી પણ વધારે લોકોએ સાચવ્યો છે.
‘અખેગીતા’ રસતૃષા નહીં પણ રંજનતૃષા સંતોષે તેવી કૃતિ છે.કબીર અને અખાનું ઓજસ સમાન છે.અખેગીતા ૪૦ કડવાની કૃતિ છે.દર ૪ કડવા પછી ૧ પદ એમ ૧૦ પદ પણ સામેલ છે.૬ પદ ગુજરાતી છે અને ૪ પદ હિન્દી છે.