મીશન 2022માં શહેરી બેઠકો જીતવા કોંગ્રેસે મંથન શરૂ કરી દીધુ છે. 8 મહાનગરોના આગેવાનો સાથે પ્રમુખ જગદીશ ઠાકોરે મંથન શરૂ કર્યું છે. શહેરી વિસ્તારની અંદાજિત 60 બેઠકો માટે કોંગ્રેસ ચર્ચા કરશે. રાહુલ ગાંધીએ ઉદેપુરમાં આપેલી સૂચના બાદ પ્રમુખે બેઠક બોલાવી છે. આ ઉપરાંત મહાપાલિકાની ચૂંટણી લડી ચૂકેલા તમામ લોકોને હાજર રહેવા સૂચના આપવામાં આવી છે.
