રોટલા નો સ્વાદ એ જ જાણે છે. જેણે પરિશ્રમ કર્યા પછી સખત ભૂખ લાગતા ખાધું હોય. સફળતાનું મૂલ્યાંકન એ કરી શકે છે. જેણે અનેક મુશ્કેલીઓ વિઘ્નો અને પરાજય સામે સંઘર્ષ કર્યો હોય. વિપરીત પરિસ્થિતિઓ અને વિઘ્નો વચ્ચે પણ હસતો રહે છે. તમે એવા સમયમાં પણ હસી શકતા હોય .જ્યારે તમે પૂરેપૂરા તૂટી ગયા હોય. તો આ દુનિયાની કોઈ તાકાત તમને ક્યારેય હરાવી નહીં શકે . પરાજય પછી પણ વધારે બમણી મહેનતથી સતત પ્રયત્ન કરો. વિઘ્નો,મુશ્કેલીઓ, આપત્તિઓ આ સફળતાની એક પ્રકારની પરીક્ષા જ છે.જે આ પરીક્ષામાં પાસ થાય છે. એનો એક દિવસ એવો આવશે કે લોકોનો સમય આવશે તમારો દૌર આવશે .
જે મનુષ્ય ફક્ત ઇન્દ્રિય સુખ અને શારીરિક વાસનાઓની પૂર્તિ માટે જીવે છે. અને જેના જીવનનો ધ્યેય ‘ખાઓ’ ,પીવો ,’ અને મોજ કરો છે .તે મનુષ્ય ની:સંદેહ ભગવાનની બનાવેલ આ સુંદર પૃથ્વી પર એક ભારરૂપ છે .એમાં તમામ ગુણો હોવા છતાં. તે એક પશુ ની જેમ જીવન જીવવામાં રચાયેલો હોય છે. પોતાની શક્તિઓને ઓળખો દુનિયામાં એવી કોઈ તાકાત નથી. જે તમને સુખ, શાંતિ અને સ્વતંત્રતા થી વંચિત કરી શકે છે. “મુશ્કેલીઓ જીવનમાં ખૂબ આવસે આપને ભટકાવવા માટે. પણ સંકલ્પ એક જ બહુ છે લક્ષ્યને પામવા માટે”…” જો સોનાની જેમ ચમકવું હોય તો પોતાની જાતને આગ
માં તપવવી પડશે”.માટે આજ થી જ તમારી શક્તિઓનો સદઉપયોગ કરવાનું શરૂ કરી દો .તમને પણ રાજ સિંહાસન પર બેસવાનો અધિકાર આપમેળે જ પ્રાપ્ત થશે.
જ્યાં સુધી તમે બીજા પર આધારિત રહો છો. કે મારા દુઃખ ને બીજા કોઈ દૂર કરશે. તો એ ભ્રમ છે તમારો. જે દુઃખ મુશ્કેલીઓ જીવનમાં આવે છે .એ દુઃખ અને પરિણામ આપણી ત્રુટીઓને લીધે જ ભોગવવું પડે છે. એને દૂર કરી જાતે જ આપણી મુશ્કેલીઓ દૂર કરી શકીએ છીએ. ખાલી પાંખોથી કંઈ નહીં થાય ઊંચે ઉડવા માટે હિંમત જોઈએ ..જ્યાં સુધી પરિશ્રમ વધારવામાં નહીં આવે. ત્યાં સુધી દુઃખ મુશ્કેલીઓ માં સળગવું પડશે .આપણું ભાગ્ય કેવું લખવું છે. તે આપણા હાથની જ વાત છે. આત્મનિર્ભર બનશો. અને અનુરૂપ યોગ્યતા વધારશો. તો ભગવાનને પણ વિવશ બની ને તમારી ઈચ્છા પ્રમાણે ભાગ્ય લખવું પડશે .જ્યાં સુધી તમે તમારી સાથે નહિ હારો. ત્યાં સુધી દુનિયાની કોઈ પણ તાકાત તમને હરાવી નહીં શકે. આત્મવિશ્વાસ સાથે સુયોગ્ય માર્ગ પર ચાલશો .તો સફળતા જરૂર મળશે.” મન છે તો માળવે જવાય’ સખત મહેનતથી ભાગ્યને પણ બદલી શકાય”.
કાર્ય ન કરનાર માણસ પાસે મોટી મોટી યોજનાઓ, મોટી મોટી વાતો ,શબ્દોની માયાજાળ એની પાસે ખૂબ છે. આવી વ્યક્તિઓ નિષ્ક્રિય બેકાર ખાલી વાતો કરવામાં એક્કા હશે .તમે જે વિચારો, યોજનાઓ બનાવો એ એવી હોવી જોઈએ. જે તમે અમલમાં મૂકી શકો. તે પ્રમાણે કાર્ય કરવાની તમારામાં શક્તિ હોવી જોઈએ. ધન, મિત્રો, પરિજનો તમારી સાથે છે? આર્થિક, શારીરિક, ધાર્મિક તથા સામાજિક આ તમામ પરિસ્થિતિ ધ્યાનમાં રાખી. આ બધી વાતો પર સારી રીતે વિચાર કર્યા પછી. કાર્ય કરીએ તો અવશ્ય સફળતા મળે છે. સારા વિચારો વાંચવાથી બદલાવ નહીં આવે. પણ સારા વિચારો જીવનમાં અમલ કરવાથી બદલાવ આવશે. અને કઠિનાઈ અને સતત સંઘર્ષ વિના જીવનમાં સારા દિવસો ક્યારેય નહીં આવે. વિઘ્નો કે તકલીફો આવે છે. આપને ઝટકો મારે છે. આપ પડી જાઓ છો. હિંમત હારી જાઓ છો .પણ ઉભા થાવ. ફરીથી ચાલવાનો પ્રયત્ન કરો. એક વખત નહીં. અનેક વખત પડવું પડે. પરંતુ પડ્યા પછી ઉઠો અને આગળ વધો. નાનું બાળક વારંવાર પડે અને વારંવાર ઊઠે. અને થોડા દિવસમાં ચાલતા શીખી જાય છે. હારે એ જ વ્યક્તિ જે લડશે જ નહીં .દરેક પરિસ્થિતિમાં લડતા રહો. ચાલતા રહો. બહારની તાકાત થી નઈ પોતાની કમજોરીથી જ હાર મળે છે. જિંદગીની રેશમા જે લોકો તમારી સાથે દોડી નથી શકતા. એ તમને તોડીને હરાવશે. આપની સફળતા, વિકાસ ,ઉત્થાન પણ એટલા જ સુનિશ્ચિત છે. એટલે અટકો નહીં ,ઉઠો ,ઠોકરો ખાઈને પણ આગળ વધો. સફળતા એક દિવસ આપનું સ્વાગત કરવા સામે ઊભી રહેશે.
