શાસ્ત્રો અનુસાર ભગવાન શિવની પૂજા કર્યા પછી નંદીજીની પૂજા કરવી જોઈએ. નંદીની પૂજા ન કરીને ફક્ત શિવલિંગની પૂજા કરશો તો તમારી પૂજા અધુરી રહેશે. તમારા મનની વાત નંદીના કાનમાં કહો તે તમારી વાત શિવજી સુધી પહોંચાડશે. નંદીને મનની વાત કર્યા પછી તેમની સામે દિવો પ્રગટાવી તેમની પૂજા કરો, આ પછી નંદી મહારાજની આરતી કરો. આમ કરવાથી તમારી મનોકામના પૂર્ણ થશે.
