સમયનાં ન્યાયને ગવાહની જરૂર નથી હોતી

ગંગોત્રીને વહેવાં પ્રવાહની જરૂર નથી હોતી
સમયનાં ન્યાયને ગવાહની જરૂર નથી હોતી
ઠીક છે આપણે કરીએ છીએ પૂજાપાઠ ને બધું
પ્રભુ તો પ્રભુ છે એને વાહની જરૂર નથી હોતી
કર્મસતા તો કરી જ દયે છે પાપ ને પુણ્ય સરભર
એને દુઆ,હાય કે આહ ની જરૂર નથી હોતી
રાજમાર્ગ નહીં મળે તો કેડારી લેશે ખુદની કેડી
ચાલવું જ છે જેને તેને રાહની જરૂર નથી હોતી
માવતર તો રહેવાંનાં જ છે માવતર આજીવન
બદલામાં તેને સંતાનની ચાહની જરૂર નથી હોતી
-મિત્તલ ખેતાણી(રાજકોટ,મો.9824221999)નાં કાવ્ય સંગ્રહ ‘स्वान्तः सुखाय’માં થી