સુગંધનું વજન ત્યાં મૂકી શકું
લચેલી ડાળ માફક ઝૂકી શકું

ભ્રમિત કરે ઈશારો આંખનો
કોયડો એને પણ પૂછી શકું
છીંડે ચડ્યો છે ગામનો ચોરો
સત્ય થઈ, ગુનેગાર ચુંટી શકું
આગિયાનું પણ છે અસ્તિત્વ
અંધારાની સફર પણ રૂંધી શકું
શીતળ છે ઝુલ્ફોનો છાંયડો
ઘડી બે ઘડી ત્યાં ઊંઘી શકું
એટલી જ નિકટતા બસ ચાહું
શ્વાસ સદા તારા હું સૂંઘી શકું
પૂજન મજમુદાર