Shantibhai. L. Solanki.

પડકારો ના પગલે અતિ સંઘર્ષ સાથે સિવિલ એન્જીનીયર ની ડીગ્રી કઈ રીતે મેળવી એ વિષે{{ Retirred Executive engineer From PWD}} શાંતિભાઈ સોલંકી ની સુંદર પ્રેરણાદાયી કથા
૧૫ મી સપ્ટેમ્બરે દર વર્ષે એન્જીનીયર્સ ડે ઉજવાય છે, અને મારા પપ્પા પણ સિવિલ એન્જીન્યર છે,રીટાયર્ડ એક્ઝીક્યુટીવ એન્જીનીયર ફ્રોમ PWD ,મને થયું કે ચાલો આ વખતે એન્જીનીયર્સ ડે પર આજે તો મારા” સિવિલ એન્જીનીયર પપ્પાની” સંઘર્ષમય સફળતાની સ્ટોરી વિષે એક ઇન્ટરવ્યુ કરું..કેમકે હું એક લેખિકા હોવાથી સેંકડો લોકોના ઇન્ટરવ્યુ લીધા છે,કેટલા બધાની સંઘર્ષમય સફળતા વિષે સ્ટોરી લખી છે, તો મને થયું કે ચાલો મારા પપ્પા એ એન્જીનીયર ની ડીગ્રી મેળવી તે સમયે જે સંઘર્ષ કર્યો છે,તે વિષે success story લખું, !!મિત્રો ,SUCCES STORY એ લોકો ની હોય કે જેઓ ને સફળતા મેળવવા માટે ખુબજ સંઘર્ષ નો સામનો કરવો પડ્યો હોય..જેની કથા પ્રેરણાદાયી હોય ..અને મારા પપ્પા એન્જીનીયર કઈ રીતે બન્યા એ ખુબ જ સંઘર્ષ થીં ભરેલી વાત છે પણ સાથે પપ્પાનું વ્યક્તિત્વ ખુબ જ પ્રેરણાદાયી પણ છે અને મારા પપ્પા એક ખુબ સારો સ્વભાવ ધરાવતા લાગણીભર્યું વ્યક્તિત્વ ધરાવે છે,,ખુબ જ સારા માનવી છે,કરુણામયી સ્વભાવ ધરાવે છે,,કારણકે મારા પપ્પા એ પોતાના નીશ્ચ્યાત્મક વલણ સાથે કઠોર પરિશ્રમ કરતા કરતા સંઘર્ષ ને પાર કર્યો હતો, અહી એન્જીનીયર ની ડીગ્રી સુધી પહોચવામાં એઓએ ઘણી ચડતી પડતી અને જીવનની પરિક્ષાઓ અનુભવી છે,!જે દરેક સાહસ માં સ્વાભાવિકપણે હોય છે જ,
કઠોર પરિશ્રમ અને સંઘર્ષભર્યા પથ પર પસાર થઈને મારા પપ્પા એન્જીનીયર બન્યા બાદ ખુબ જ માનમર્તબા સાથે ઈમાનદારીપૂર્વક અને નીતિ સાથે પોતાની નોકરી કરી છે,અને મારા પપ્પા ગવર્ન્મેન્ટ ખાતું જે (PWD))બાંધકામ ખાતા માં ક્લાસ વન ઓફિસર અને ગેઝેટેડ ઓફિસર તરીકે વર્ષો સુધી પોતાની કામગીરી ખુબ જ સરસ રીતે કરેલ છે, , એટલે પપ્પા ના ફેમીલી હોવાના કારણે અમે પણ પપ્પાની સાથે જ ઘણા લોકો તરફથી ખુબ જ માન મેળવ્યું છે એ અમારું સદભાગ્ય છે,મોટા સિટીમાં તો એક ક્લાસ વન ઓફિસર ને ખુબ જ માન સન્માન અને યશ મળે એ તો ખરું જ ,પરંતુ જયારે પણ નાના ગામ માં પાપા ની ટ્રાન્સફર થયેલ ત્યારે તો ત્યાં પપ્પા ને એક કલેકટર જેટલું મન-સન્માન તે ગામ ના લોકો આપતા અને એ બધી અનુભૂતિ ખુબ જ અદભુત હતી.અને આજે નિવૃત્તિ બાદ વર્ષોથી પાપા ગવર્ન્મેન્ટ એપ્રુવ્ડ વેલ્યુર તરીકે પોતાનું કાર્ય કરે છે ,ત્યારે પણ કેટલાક સગા સંબંધિઓ વાત વાતમાં કહેતા જોવા મળે,કે તમારે કામ ની ક્યાં મોટી ઝંઝટ છે,”માત્ર વેલ્યુએશન રિપોર્ટમાં માં સહીઓ જ કરવાની હોય છે ને અને Fees લેવાની હોય છે ?!!ત્યારે એમ કહી શકાય કે મહારજ ની કૃપાથી મેળવેલ એન્જીનીયર તરીકે ની એક આ ડીગ્રી ને બધું આભારી છે, પણ મિત્રો આ માત્ર સહીઓ જ કરવી એ ખુબ જ મોટી જવાબદારી વાળું કામ છે,તો પપ્પા એ એન્જીનીયર બનવા સુધી ની સફર કઈ રીતે કરી એ જાણવું ખુબ જરૂરી બની જાય છે,! તો મિત્રો ..મારા પપ્પા માનનીય શ્રી શાંતિલાલ લાલજીભાઈ સોલંકી (સોલંકી સાહેબ) જેઓ પરિચિત લોકોમાં હમેશા સોલંકી સાહેબ ના નામે જ ઓળખાય છે,પપ્પા ના પોતાના જ શબ્દોમાં જોઈએ કે મારા પપ્પા એ એન્જીનીયર બનવા સુધીની અશક્ય લાગતી એ ખુબ લાંબી મજલ કઈ રીતે કાપી શક્યા ?!!!
લખતર જે ઝાલાવાડ નું એક સરસ મજાનું નાનું ગામ જે સુરેન્દ્રનગર જીલ્લા માં આવેલું છે શાંતિલાલભાઈ તે ગામમાં જ મોટા થયા અને પ્રાથમિક શિક્ષણ પણ ત્યાં જ લીધું શાંતિલાલભાઈ ને નાનપણ થી એક સપનું કે મોટા થઈને એન્જીનીયર બનવું છે,અને શાંતિલાલભાઈ ભણવામાં પણ અવ્વલ નંબર તેથી .સ્કુલ માં કાયમ સારા માર્કસથી પાસ થાય.શાન્તીલાલભાઈ આગળ પોતાની વાત કરતા કહે છે, ”મિત્રો જય સ્વામીનારાયણ.,મારી વાત કરું તો ૧૯૫૫ માં લખતર માં મેટ્રિક પાસ કાર્ય બાદ હું અમદાવાદ આવ્યો અને ત્યાં એમ જી સાયન્સ કોલેજ માં એફવાય સાયન્સ માં એડમીશન લીધું અને આપણું સપનું હતું એન્જીન્યર બનવું એટલા માટે સાયન્સ માં “એ” ગ્રુપ રાખેલ,અને અમદાવાદ ઝાલાવાડી બોર્ડીંગ માં રહી ને અભ્યાસ શરુ કર્યો, પ્રથમ વર્ષ માં પરિક્ષા માં પાસ પણ થઇ ગયા,અને એ સમયે બીજું વર્ષ એ ઇન્ટર સાયન્સ ગણાય ,ઇન્ટર સાયન્સ ના વર્ષ માં બન્યું એવું કે તે વર્ષે બોર્ડીંગ માં થોડું ઝગડા નું વાતાવરણ રહેતું,તેથી મારા જેવા શાંત વિદ્યાર્થી ને પણ અભ્યાસ માં ખલેલ પડતી રહેતી ,તેથી ” એ વખતે લાગતું કે આ વખત ની પરિક્ષમા સારા માર્ક્સ કદાચ નહિ આવે, તેમ છતાં મેં પ્રેક્ટીકલ ની પરીક્ષા આપી દીધી..ત્યારે પ્રેક્ટીકલ ના રીઝલ્ટ બાબતે એવી મારી ધારણા રહેલી કે ૫૫ થી ૬૦ % જેવા માર્ક્સ મને મળવા જોઈએ,!!તે સમયે થીયરી પરીક્ષા બાકી હતા,અને ત્યારે મારી સાથે કપુરિયા સરનેમ ના ખુબ જ્હોશીયાર વિદ્યાર્થી પણ ભણતા હતા,તેઓ એ મને પૂછ્યું “બાપુ”કેટલા માર્ક્સ આવે એવ ઉલાગે છે,”મેં કહ્યું,”૫૫ થી ૬૦ % આવશે,તો તેઓ એ કહ્યું એન્જિનીયરીંગમાં એડમીશન લેવા માટે ૬૦% થી ઉપર માર્ક્સ આવવા જોઈએ ,”બાપુ, રહેવા દો ,તમારું કામ નહિ કે તમે સિવિલ એન્જીનીયરીંગ માં એડમીશન મેળવી શકશો!!”!!”અને હું વિચાર માં પડી ગયો..હોસ્ટેલ રૂમમાં આવીને મેં વિચાર કર્યો,”મારે તો એન્જીનીયર જ બનવું છે અને મારા પિતાશ્રી ની ઈચ્છા પણ મને એન્જીનીયર બનાવવાની છે,અને જો હું થીયરીની ની પરીક્ષા આપીશ તો પણ પુરા ૬૦% માર્ક્સ તો નહિ જ થાય..તેથી મેં ત્વરિત નિર્ણય લઇ લીધો..ઇન્ટર સાયન્સ માં ડ્રોપ લેવાનો !!,અને વિચાર્યું કે મારા પિતાશ્રી ને પૂછીશ જો તેઓ હા પડશે તો બીજા વર્ષે પરીક્ષા આપીશ અને સારા માર્ક્સ થી પાસ થવાની કોશિશ કરીશ અને બીજા વર્ષે અચૂકપણે એન્જીનીયરીંગ માં એડમીશન મેળવીશ,આ મારું એક નીશ્ચ્યાત્મ્ક વલણ બની ગયું,અને મિત્રો મારા પિતાશ્રી એ મારી પરીક્ષા માં ડ્રોપ લેવા બાબતે પૂરો સહકાર આપ્યો ,ત્યારબાદ મેં આખું વર્ષ મેં ખુબ જ સારી રીતે અભ્યાસ અને વાંચન કર્યું અને બીજા વર્ષે ઇન્ટર સાયન્સ ની પરીક્ષા માં સારી રીતે ૭૫% માર્ક્સ મેળવ્યા અને સિવિલ એન્જીનીયરીંગ માં પ્રવેશ મેળવ્યો ,હું સૌરાષ્ટ્રનો હોવાથી મને મોરબી ની એલ ઈ કોલેજ માં સીવીલ એન્જીનીયરીંગ ફર્સ્ટ યર માં પ્રવેશ મેળવ્યો..એક વાત અત્રે જરૂરથી મને કહેવી ગમશે,”જેમકે જયારે મેં પરીક્ષામાં ડ્રોપ લીધો અને હોસ્ટેલ માં થી મેં મારા ઘરે હોમ ટાઉન લખતર જઈને જ વાંચન અભ્યાસ કર્યો..તો ત્યારે હું મારા ફાધર ને કહેતો કે તમને હું દુકાને તમારા કામ માં મદદ કરવું,,,તો મારા ફાધર કહેતા,”ના,ભાઈ,તારે દુકાને આવવનું જ નથી ,તારૂ સપનું એન્જીનીયર બનવાનું છે, તું તારું વાંચન કર”.શાંતિભાઈ પોતાના પિતાશ્રી પ્રત્યેની લાગણી થી ભાવવિભોર થતા ગળગળા થઇ ને કહે છે ,મારા પિતાશ્રી દરજીકામ નો ધંધો કરતા હતા,તેમ છતાં તેઓ એ ક્યારેય એવી ઈચ્છા ના રાખી કે “મારો દીકરો મને મારા દરજી કામમાં થોડી ઘણી હેલ્પ ભલે કરે,”ઉલટાનું તેઓ કહેતા કે તારે આંટો મારવા પણ દુકાને નહિ આવવાનું,તું બસ તારા એન્જીનીયર બનવા માટે ની મહેનત કર”,પપ્પા પોતાની વાત આગળ કહે છે,”
મિત્રો પ્રથમ વર્ષમાં જ નસીબે અવળા પાસા ફેંક્યા !!અને એન્જીન્યરીંગ ના પ્રથમ વર્ષમાં પરીક્ષાનું પરિણામ માત્ર ૨૫% જ આવેલું તેથી મારું પરિણામ “નાપાસ”આવ્યું!!!તેથી એ સમયે વતનમાં ઘરે જઈને ના રહેતા પાટડી –બજાણા ગામ ની સ્કુલમાં ટીચર તરીકે નોકરી કરેલ ને સાથે સાથે એન્જીન્યરીંગ નો અભ્યાસ પણ ચાલુ રાખેલ અને પરીક્ષા આપતા પાસ થઈને એન્જીનીયરીંગ ના બીજા વર્ષમાં મોરબી ફરી દાખલ થયેલ અને બીજા વર્ષમાં પણ સંજોગોવશાત નાપાસ થયેલ તેથી ફરી મેં પરીક્ષાની તૈયારી કરતા કરતા મેં મુળી ધામ માં ત્યાની સ્કુલમાં ટીચર તરીકે એક વર્ષ નોકરી કરેલ ,એ સમયે સ્કુલમાં મારો પગાર ૮૦ રૂપિયા માસિક પગાર હતો,મહારાજની કૃપા થી મને એ વખતે એલ આઈ સી રાજકોટ તરફથી સર્વિસ માટે મારા ઇન્ટર સાઈન્સ ના માર્ક્સ ના મેરીટ પર રૂપિયા ૨૫૦/- ના માસિક પગાર થી હુકમ મળેલ ,પરંતુ મારે મનમાં નક્કી જ હતું કે મારે એન્જીનીયર જ બનવું જ છે તેથી મેં એ નોકરી ના હુકમ ના સ્વીકાર્યો અને શિક્ષક તરીકે નોકરી ચાલુ રાખીને મારી એન્જીનીયરીંગ ની પરીક્ષાની તયારી કરતો રહ્યો ,અને સારા માર્કસથી પાસ થઈને ત્રીજા વર્ષમાં “બી ઈ સિવિલ” માં અભ્યાસ કરવા ફરી મોરબી જઈને અભ્યાસ શરુ કર્યો,અને ત્રીજા વર્ષમાં મારે બીજી વાર પરીક્ષા આપવી પડી, પણ ભગવાન ની કૃપા થી મને “ B.E.Civil એન્જીનીયર ની ડીગ્રી મળી ગઈ,મારા ધ્યેય સુધી હું પહોચી ગયો.ઘણી નિષ્ફળતાઓનો સામનો કરવો પડ્યો પણ હું મારા નિર્ણય માં અડગ હતો,અને સ્વામીનારાયણ ભગવાનનું બળ અને પ્રેરણા મારી સાથે હતા, મારા માતા-પિતા અને કુટુંબીજનોના આશીર્વાદ મારી સાથે હતા ,અને મારા મિત્રો નો પણ સહકાર રહ્યો ,તેથી પરીક્ષામાં નાપાસ થવા છતાં મેં મારી કોશીસ અને અભ્યાસ ચાલુ રાખ્યો ત્યારે હું એક સારી ડીગ્રી મેળવી શક્યો ,મારા ધ્યેય સુધી પહોચી શક્યો,”
પપ્પા એ એન્જીનીયર તરીકે પોતાની કેરિયર ની શરૂઆત કેવી રીતે કરી એ બાબતે વાત કહે છે,”ત્યારબાદ ૧૯૬૫ માં સરકારી નોકરી મને મળી જે રોડ્સ એન્ડ બિલ્ડીંગ dipartment માં ,અને બહુ સરસ રીતે નીતિ અને પ્રમાણિકતા થી મેં મારી ફરજ બજાવી,અને ક્લાસ વન ઓફિસર તરીકે મેં ખુબ સરસ રીતે માનમર્તબા સાથે મારી ફરજ બજાવી,સૌરાષ્ટ્ર ના અલગ અલગ શહેરો અને ગામમાં મારી બદલી થતી,દરેક જગ્યાએ ખુબ સરસ રીતે મેં મારી નોકરી કરી,દરેક જગ્યાએ ઓફીસ ના સ્ટાફ સાથે લાગણી સાથે કામ કર્યું ,લોકો નો ખુબ પ્રેમ અને સહકાર મળ્યો ,મહારજની કૃપા થી નેશનલ હાઈવે dipartment માં મને એક્ઝીક્યુટીવ એન્જીનીયર તરીકે ની પોસ્ટ સાથે મેં રીટાયરમેન્ટ મેળવ્યું , એક સંતોષ સાથે મેં મારી ફરજ બજાવી છે,
મિત્રો ,મારા પપ્પાએ પોતાનું ધ્યેય હતું એ માટે નિષ્ફળતા વારંવાર મળવા છતાં પોતાની કોશીસ ચાલુ રાખી ,તે પણ અડગ રહીને હિમ્મત સાથે પરીક્ષાઓ આપી,ત્યારે આજે Retirred Executive Engineer From PWD}} કહેવાય છે ,એ સમયે કોશિશ પડતી મૂકી દીધી હોત અને શિક્ષક ની નોકરીમાં સંતોષ માન્યો હોત તો?અરરે એ સમયે ઘણા સગા કહેતા,”ભાઈ,તું ક્યાં સુધી એન્જીનીયર બનવા માટે આમ મહેનત કરતો રહીશ?આ માસ્તર ની નોકરી પણ સારી જ છે, એ કર ને ભાઈ!!”મિત્રો શિક્ષક તરીકે ફરજ બજાવવી એ પણ મહાન કામ છે,પરતું આ તો એક સપનું હતું કે એન્જીનીયર બનવું છે,તો કોઈ પણ રીતે થાક્યા વગર એ મિશન પાર પાડ્યે છૂટકો હતો,અને નોકરી કરતા કરતા ભણવું અને પરીક્ષાઓ આપવી એ પણ એક પડકાર જ કહેવાય ને?!!અને હા,મિત્રો મારા પપ્પા એ શિક્ષક તરીકે પણ ખુબ નામ કમાયા હતા,વિદ્યાર્થીઓ નો પ્રેમ પણ કમાયા હતા,એ ફરી ક્યારેક વાત કરીશ ,
Well ,friends,મારા પપ્પા ખુબ જ આધ્યાત્મિક છે,અમે સ્વામીનારાયણ ભગવાન” અક્ષર પુરુષોત્તમ મહારાજ ““BAPS “ના સત્સંગી છીએ ,પપ્પા એક વાત ને ખુબ જ માંને છેકે”બધું જ શ્રીજી મહારાજ (સ્વામીનારાયણ ભગવાન )ની ઈચ્છા પ્રમાણે જ થાય છે,”શ્રીજી મહારાજ કર્તાહર્તા છે,
So this is so inspirational real success story.
–પારુલ સોલંકી–