
માનવ સેવા એજ પ્રભુ સેવા
🙏🏻રાજકોટમાં કડકડતી ઠંડીમાં રક્ષણ આપવા સેવાયજ્ઞ🙏
➡️ અખિલ સૌરાષ્ટ્ર-કચ્છ રઘુવીર સેના,રાજકોટ તરફથી નિઃશુલ્ક ધાબળા,ટોપી વિતરણનું માનવતાભર્યુ આયોજન…..શિયાળાની કડકડતી ઠંડીમાં ટાઢથી થરથર ધ્રુજતા જરૂરતમંદોને ધાબળા વિતરણનો પ્રારંભ
રાજકોટ,સિવિલ હોસ્પિટલ, એસ.ટી.બસ સ્ટેન્ડ,રેલ્વે, મેટોડા,શાપર, આજી, તેમજ અનેક ઝૂંપડપટ્ટીઓમાં ખુલ્લા મેદાનમાં, ફૂટપાથ પર, સીમમાં ઓઢયા વગર સુતા હોય તેવા લોકોને શિયાળાની કડકડતી ઠંડીમાં મધરાતે ફૂટપાથ પર સૂતેલા અને હાઇવે પર ઝૂપડા 🏠 બાંધી રહેતા અનેક દરિદ્ર નારાયણો,બાળકોને,વડીલોને ને ઠંડી માં થી રાહત-રક્ષણ અપાવવાના ભાગરૂપે દાતા પરિવાર ના સહયોગથી વિના મૂલ્યે ધાબળા,ટોપીનું સ્થળ પર જઈને વીતરણ કરાઈ રહ્યું છે.થોડાં દિવસથી ઠંડી સખત પડે છે.આપણે તો ઘરમાં ચાર દિવાલમાં હીટર ચાલુ હોય, બ્લેન્કેટ-ગોદડા ઓઢીને સુતા હોઈએ છીએ,બહાર નીકળીએ તો પણ ગરમ મોજા સ્વેટર ટોપી મફલર શાલ ઓઢી હોય છે અને છતાં ‘બહુ ઠંડી’ એમ બોલાઈ જતું હોય છે ત્યારે આવી હાડ થીજવતી કાતિલ ઠંડીમાં જેમને ‘ઉપર આભ નીચે ધરતી છે’ તેવા ફૂટપાથ પર ઓફીસ કે દુકાનના ઓટલા પર ખુલા મેદાનમાં કે બાંધકામની ચાલતી સાઇટ પર ઓઢવાનું તો એક બાજુ રહ્યું પણ પાથર્યા વગર સુતેલ સમાજના આપણા જરૂરતમંદ કુટુંબોની વહારે ચડવાનો પ્રયત્ન છે.
એક નવાં ધાબળાનાં રૂ.130,ટોપીનાં રૂ.18.અનુદાન આવકાર્ય છે.
આપને ત્યાં જુનાં, વાપરવા લાયક ગરમ કપડાં હોય તો તેનો પણ સ્વીકાર નીચેનાં સ્થળોએ કરીશું.
જીતુલભાઈ કોટેચા
હોટેલ યુરોપા ઇન,
રાજશ્રી સિનેમા સામે,ભુપેન્દ્ર રોડ,રાજકોટ
મિત્તલ ખેતાણી
‘સત્યમ’3,ટાગોર નગર,કાલાવડ રોડ,રાજકોટ.મો.9824221999
એચ.એમ.એન્ટરપ્રાઇઝ,
ક્રિશ્ના કોમ્પલેક્ષ, બાલાજી હોલ પાસે,
સાવલિયા હોસ્પિટલની સામે,150 ફૂટ રિંગ રોડ,રાજકોટ
વિશેષ માહિતી માટે:
પ્રોજેકટ ઇન્ચાર્જ
બાલાભાઈ સોમૈયા(મો.9427270970)
દીપકભાઈ રાજાણી(મો.9879537235)
સંજયભાઈ કક્કડ (મો.9824043799)
ચેતનભાઈ ગણાત્રા(મો.9904086080)
હિરેનભાઈ વડેરા(મો.9574455055)
રાજેશભાઇ કારીઆ(મો.9426783377)
આ મેસેજ સૌને શેર/ફોરવર્ડ કરવા વિનંતી છે.
સૌ કોઈ પોતપોતાના વિસ્તારો/ગામો/શહેરોમાં આ પ્રકારનું અભિયાન શરૂ કરે તેવી વિનંતી છે.