હાઈકુ..

ભીના નયને
તેં તાકયો અરીસો ને
પડી તિરાડ
ડણક દીધી
સાવજે શહેરમાં
ડર ચોમેર
ચાની કીટલી
ભૂખ્યો બાળ મજૂર
પરવા કોને?
વહેતી થઈ
વાતો હવે ગામમાં
હું ને તું મળ્યાં
ઉજ્જડ કૂવો
કિચુડાટ વિના જ
એકાંત માણે
લાલ ચટક
ચાંદલાના રંગથી
દીપે ચહેરો
જટાથી સરી
મહાદેવની, ગંગા
વહેતી રહી
પૂજન મજમુદાર