હું લોકલ અને તમે મેટ્રો
ભાવના મયૂર પુરોહિત હૈદરાબાદ

હું લોકલ અને તમે મેટ્રો,
હું મારુતિ ને તમે સેન્ટ્રો,
હું ચમેલી ને તમે ચંપો,
હું જુઈ ને તમે ગલગોટો,
હું કેળ અને તમે આંબો,
હું નાગરવેલ ને તમે આસોપાલવ,
હું વડવાઈ ને તમે વડલો,
હું મેથી ને તમે તાંદળજો,
હું કસ્તુરી ને તમે કેવડો,
હું એલચી ને તમે એલચો,
હું અગરબત્તી ને તમે દીવડો,
હું ચાંદની ને તમે ચાંદો,
હું વિજળી ને તમે મેઘ,
હું રેતી ને તમે દરીયો,
હું તલવાર ને તમે ભાલો,
હું ચાંદી ને તમે પારો,
હું માટી ને તમે ડુંગરો,
હું ખુરસી ને તમે સોફો,
હું લાકડી ને તમે ધોકો,
હું ગોટી ને તમે ભમરડો,
હું જમીન ચકરડી ને તમે ચાકડો,
હું થાળી ને તમે વાટકો,
હું સાકર ને તમે ગોળ,
હું જલેબી ને તમે ઠોર,
હું બાલુશાહિ ને તમે મોહન થાળ,
હું સૂત્ર ફેણી ને મહેસુબ,
હું ખીર ને તમે દૂધપાક,
હું ગોળપાપડી ને તમે મગજ,
હું બરફી ને તમે પેંડો,
હું ખાંડવી ને તમે હાંડવો,
હું કુરતી ને તમે કુરતો,
હું વીંટી ને તમે પોચો,
હું પાટ ને તમે ચૂડલો,
હું વેણી ને તમે ગજરો,
હું હાંસડી ને તમે ચંદન હાર,
હું નથડી ને તમે ચાંડલો,
હું મેંદી ને તમે રંગ રાતો,
હું પગ ની માછલી ને તમે કંદોરો,
હું લોકલ ને તમે મેટ્રો,
હું મારુતિ ને તમે સેન્ટ્રો.
ભાવના મયૂર પુરોહિત હૈદરાબાદ
.