ચીનમાં શી જિનપિંગે ઝીરો કોવિડ પોલિસી હળવી કરતા લોકોને રાહત મળી છે. પરંતુ આવનારા સમયમાં મૃત્યુઆંક વધી શકે છે. નવા વિશ્લેષણ મુજબ ચીનમાં આવનારા કેટલાક મહિનામાં 21 લાખ લોકોના મોત થઈ શકે છે. એક નિષ્ણાતે ચેતવણી આપી છે કે ચીનમાં પહેલાથી જ લોકોમાં અસંતોષ છે અને જો મૃત્યુઆંક આ રીતે વધશે તો મોટું તોફાન આવી શકે છે.
