વધુ એક મહિલાની કરપીણ હત્યા: “લાશના ટુકડા કરીને કૂતરાઓ વચ્ચે નાખ્યાં”

ઝારખંડના સાહિબગંજ જિલ્લામાં, દિલ્લીની શ્રદ્ધાની માફક જ કરાયેલ હત્યાની એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. આરોપીએ તેની પત્નીની કરપીણ હત્યા કરીને, તેના મૃતદેહના 12 ટુકડા કરીને જંગલમાં ફેંકી દીધા હતા. કૂતરાઓ માનવ શરીરના કેટલાક અવયવોને ચૂંથી રહ્યાં હતા.પોલીસે પકડેલા આરોપીનું નામ દિલદાર અંસારી છે. પોલીસે મૃતકની ઓળખ કરી લીધી છે.