કોરોનાની સંભવિત લહેરને લઈને તંત્ર દોડતું થયું છે. ત્યારે અમદાવાદના ગોતા વિસ્તારમાંથી 57 વર્ષીય પુરુષનો ઓમિક્રોન રિપોર્ટ પોઝિટિવ આવતા શહેરમાં ભયનો માહોલ સર્જાયો છે. શહેરની તમામ હોસ્પિટલમાં આગમચેતી રૂપે સ્ટાફ એલર્ટ મોડ પર રાખવામાં આવે છે. તેમજ રાજ્યમાં પણ PHC, CHC સેન્ટરને સજ્જ રહેવાની સૂચના છે. નોંધનીય છે કે, રાજકોટમાં પણ વિદેશથી આવેલી યુવતીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.
