સરકારે કેન્સર, ડાયાબિટીસ, તાવ અને હેપેટાઇટિસ સહિત અનેક ગંભીર રોગોની સારવારમાં વપરાતી દવાઓના દરમાં 40 ટકાનો ઘટાડો કર્યો છે. સરકારની આવશ્યક દવાઓની યાદી (NLEM)માં સમાવિષ્ટ 119 દવાઓની મહત્તમ કિંમત નક્કી કરવાને કારણે આવું બન્યું છે. તાવમાં વપરાતા પેરાસિટામોલની કિંમતમાં હવે 12 ટકાનો ઘટાડો થયો છે.
