ફોટો : રિપ્રેઝટેટિવ.
ચીનમાં આવેલા કોરોનાના આ વેરીઅન્ટ માણસની ઇમ્યુનિટીને પણ ધ્વસ્ત કરી નાંખે છે

જ્યારે કોરોનાનો આ સબ વેરીઅન્ટ એટેક કરે છે તો, શરીરની રોગપ્રતિકારક શક્તિ પણ આને શરીરમાં ફેલાતો રોકી શકતી નથી Aadhani
BF:7 નામનો આ વેરીઅન્ટ લોકોને બહુ જ જલદી સંક્રમિત કરી દે છે.
અને એટલે જ વિશ્વભરમાં કોરોનાના કેસો તેજીથી વધી રહ્યા છે.
સ્વાસ્થ્ય વિશેષજ્ઞોના ચિંતાજનક અનુમાન
કેટલાક આરોગ્ય નિષ્ણાતોનો અંદાજ છે કે આગામી મહિનાઓમાં ચીનના 60% અને વિશ્વની 10% વસ્તી સંક્રમિત થઇ શકે છે.
એપિડેમિયોલોજિસ્ટ એરિક ફ઼િગેલ ડિંગે આશંકા વ્યક્ત કરી છે કે કોરોના આ વેવમાં 10 લાખથી વધુ લોકોને ઘેરી શકે છે.
ભારત સરકાર એલર્ટ
વિશ્વભરમાં કોરોનાના વધતા જતા કેસોને જોતા આરોગ્ય સચિવ રાજીવ ભૂષણે મંગળવારે NCDC અને ICMRને પત્ર લખ્યો છે.
સરકારે કહ્યું છે કે કોવિડના નવા પ્રકારને ઓળખવા માટે જીનોમ સિક્વન્સિંગ જરૂરી છે.
સ્વાસ્થ્ય સચિવે તમામ રાજ્યોને સૂચના પણ આપી છે કે તમામ રાજ્યોએ કોરોના સેમ્પલના જીનોમ સિક્વન્સિંગ પર ધ્યાન આપવું જોઈએ.