જીવીએ અને જીવીને જ દેખાડીએ

હસીએ અને સૌને પણ હસાવીએ
રોકાઈ ગયાં હોય તેને દોડાવીએ
દેખાડીને જીવવાં કરતાં તો ચાલોને
જીવીએ અને જીવીને જ દેખાડીએ
જે સમજે છે તેને ના સમજાવીએ
જે ના સમજે તેનેય ના સમજાવીએ
જાતેજ સમજી જવું એ જ છે સમજ
ધૂપબતીને ચાલો દીપશીખા બનાવીએ
રુદન,ક્રોધ ને દ્વેષથી ઘેરાંયેલાં વિશ્વને
સત્ય,પ્રેમ ને કરુણાનો ચેપ લગાડીએ
સમાજને સુધારવાની ઘેલછાને મૂકીને
જાતરૂપી નાલાયકને પ્રથમ સુધારીએ
અંતે સહજ ઓગળી જવા અસ્તિત્વે
શરુથી જ માયા માલિકીને ફગાવીએ
-મિત્તલ ખેતાણી(રાજકોટ,મો.9824221999)નાં કાવ્ય સંગ્રહ ‘स्वान्तः सुखाय’માં થી