
ગુજરાત લો સોસાયટી સંચાલિત એચ.એ.કોલેજ ઓફ કોમર્સના સ્ટડી સર્કલ ધ્વારા “લિડરશીપ ક્વોલીટીઝ ઈન ભગવદ્ ગીતા” વિષય ઉપર વ્યાખ્યાન રાખવામાં આવ્યુ હતુ. અમદાવાદની ઇસ્કોન મંદિરના પંડિત અક્ષયઆનંદ સ્વામીએ મુખ્ય વક્તા તરીકે કહ્યું હતુ કે સમગ્ર વિશ્વમાં શાંતી સ્થાપવા તથા ન્યાય કરવા માટે ભગવત ગીતામાં રજૂ થયેલા વિચારો મહત્વના છે. વિશ્વની લિડરશીપ કેવી હોવી જોઈએ, માનવીય મૂલ્યોનું જતન કેવી રીતે કરી શકાય તથા ભયભીત થયા વીના સત્યની સાથે કેવી રીતે રહી શકાય તેની વિસ્તૃત ચર્ચા કરી હતી. કોલેજના પ્રિન્સીપાલ સંજય વકીલે કહ્યું હતુ કે જયારે વ્યક્તી પાસે સત્તા હોય, પૈસા હોય તથા તાકાત હોય ત્યારે હકારાત્મક તથા સકારાત્મક રીતે ભૂમિકા કેવી રીતે ભજવવી એ ભગવદ્ ગીતા શીખવે છે. મેનેજમેન્ટના પાઠ શીખવતી વિશ્વના આ અદ્દભુત ગ્રંથમાં ભગવાન કૃષ્ણએ ભજવેલો રોલ સમગ્ર માનવજાત માટે અનુકરણીય છે. આ કાર્યક્રમનું સંચાલન કોલેજના પ્રા.મહેશ સોનારાએ કર્યું હતુ. કાર્યક્રમના અંતે પ્રા.ઉર્મિલા પટેલે આભારવિધિ કરી હતી. કોલેજના વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.