હડપ્પા તો કર્યું, પાકિસ્તાને હડપ.
કરતા માં જીવ, ખતરામાં.
કાશ્મીર માટે જોઈએ,
‘ કેશ મોર’.
***
પહેલગામ માં,
નથી પહેલવાન.
ચંબલ નાં જંગલમાં,
દંગલ!
ચેમ્બુર છે,
પ્રદૂષણ નું ચેમ્બર.
વિરાર માં તો,
પસીના ની વરાળ.
***
અલ્લાબાદ માં તો,
અલ્લાહ રાખે આબાદ.
બનારસ માં તો,
આમરસ અનાનસ.
પુનામાં, ઉનામાં, આંસુ સુના.
અમૃતસર તો,
શીખોએ કર્યું સર.
***
મુંબઈ તો લાગે છે,
દુબઈ.
ભારત માં રાંચી,
પાકિસ્તાન માં કરાંચી.
આસામ તો, ચા માટે આસાન.
***
દેલહાઉસી માં ,
રમો હાઉસી.
ગુલમર્ગ માં, સોનમર્ગ માં, ન મળે હેમબર્ગર!!
ગોવા જાવ જોવા!!!
***
પોંડિચેરી માં તો,
ન મળે ચેરી!!!
માથેરાન માં જઈને,
કરો રન.
નાસિક માં ન જાઓ,
નાસી.
દેવનાગરી માં ,
આવે લાલી.
***
વિલાસપુર માં,
કરો વિલાસ.
અમરનાથ, અંબરનાથ ,
નાથદ્વારા, ગુરુદ્વારા,
ક્યાં છે નાથ?
ક્યાં છે દ્વાર?
ક્યાં છે ગુરુ?
***
પરલી, વરલી,
સહેલગાહ સહેલી.
આપને હાથ,
જગન્નાથ.
પુરી જઈ કરો,
યાત્રા પુરી!!!
મથુરા – મદુરા માં,
વગાડો મંજીરા!!!
***
પંચગિની માં દૂર થાય, ગમગિની.
વડોદરા, ગોધરા માં,
રહો પાવરધા!!!
સાપુતારા માં,
સાપ નાં ઉતારા.
ભોપાળ માં તો, ભોપાળાં.
***
હરિયાણા માં,
રહો શાણા.
દીવ માં તો ,
કરો દિલ ના દીવા!!!
દમણ માં તો,
ખાવ ખમણ.
ભાવનગર માં તો,
ભાવ નાં નગર.
જામનગર માં જઈને,
ખાવ જામ.
દિલ્લી માં તો,
બિલ્લી રમે,
ગિલ્લી.
*** *** ભાવના *** ***
