ગુજરાત લો સોસાયટી સંચાલિત એચ.એ.કોલેજ ઓફ કોમર્સના એન.સી.સી. યુનીટના સેમ-૬ના વિદ્યાર્થી હર્ષસિંઘ રાજપુતની પસંદગી ભારતના પ્રજાસત્તાક દિનની ઉજવણીમાં યોજાનાર રિપબ્લીક ડે પરેડમાં થઇ છે. દિલ્હી સ્થીત યોજાનાર આ પ્રતિષ્ઠિત કાર્યક્રમમાં ગુજરાતના એન.સી.સી. યુનીટમાંથી કઠીન તાલિમ લીધા બાદ શ્રેષ્ઠ કેડેટની પસંદગી થાય છે. આ તમામ પ્રક્રિયાઓમાંથી પસાર થયા બાદ ગુજરાતનું ગૌરવ કહી શકાય એમ એચ.એ.કોલેજના વિદ્યાર્થીની પસંદગી થતા કોલેજના પ્રિન્સીપાલ સંજય વકીલે તથા એન.સી.સી. ઓફીસર પ્રા.મહેન્દ્ર વસાવાએ અભિનંદન આપ્યા હતા. આગામી ૨૬મી જાન્યુઆરીના રોજ દિલ્હી મુકામે રિપબ્લીક ડે પરેડની ભવ્ય ઉજવણીમાં ભાગ લેશે
