મુંબઈના સૌથી હાઈપ્રોફાઈલ વિસ્તારો પૈકીના એક એવા બાંદ્રા વિસ્તારમાં સ્થિત પ્રખ્યાત માઉન્ટ મેરી ચર્ચને ધમકીભર્યો ઈ-મેલ મળ્યો છે. સૂત્રોએ જણાવ્યું કે આ મેઈલ terror@gmail.com નામના એકાઉન્ટ પરથી મળ્યો હતો. સૂત્રોએ દાવો કર્યો છે કે આ ઈ-મેલમાં લખવામાં આવ્યું છે કે લશ્કર-એ-તૈયબા નામનું આતંકવાદી સંગઠન માઉન્ટ મેરી ચર્ચ પર આતંકવાદી હુમલો કરવા જઈ રહ્યું છે.
