કેન્દ્ર સરકારે જૈનોના તીર્થસ્થળ સમેદ શિખરમાં તમામ પ્રવાસન અને ઈકો-ટૂરિઝમ પ્રવૃત્તિ પર પ્રતિબંધ મૂકવાનો આદેશ જારી કર્યો છે. કેન્દ્રીય પર્યાવરણ મંત્રી ભૂપેન્દ્ર યાદવે અનુસાર, જિલ્લા પ્રશાસને યાત્રાધામ પર નાગરિક સુવિધાઓ વિકસાવવા માટે 250 પાનાનો માસ્ટર પ્લાન પણ તૈયાર કર્યો છે. મોદી સરકાર સમ્મદ શિખર સહિત જૈન સમાજના તમામ ધાર્મિક સ્થળો પર તેમના અધિકારોની રક્ષા-સંરક્ષણ માટે પ્રતિબદ્ધ છે.
