
મુખૌટે ક્રિએટિવ આર્ટ ફાઉન્ડેશન ગુજરાતના અમદાવાદમાં સ્થિત છે. આ ખાનગી ટ્રસ્ટી જી.જે.
પટેલની અધ્યક્ષતામાં રચાયેલ છે, જેનાં શ્રીમતી ટ્રસ્ટી કોકીલા જી. પટેલ છે. મુખૌટે ક્રિએટિવ આર્ટ ફાઉન્ડેશન લલિતકલા કલાકારો અને હસ્તકલાને પ્રોત્સાહન આપવા માટે બનાવ્યું છે તેમની કૂશળતા પ્રદર્શિત કરવા માટે તેમને યોગ્ય પ્લેટફોર્મ આપવા માટે તે… “કોઈ નફો નહીં, કોઈ નુકસાન નહીં” પર કામ કરે છે અને લલિતકલા અને હસ્તકલાને લગતી પ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપે છે.
ફાઉન્ડેશનમાં 300 થી વધુ રજિસ્ટર્ડ કલાકારો છે. વર્ષ 2022માંનું આ રાષ્ટ્રીય કક્ષાનુ બીજુ વખત “મુખૌટે -13” પ્રદર્શનનું આયોજન કર્યું છે. રાષ્ટ્રીય કક્ષાના પ્રદર્શન ‘મુખૌટે -13’ જહાંગીર આર્ટ ગેલેરીઆર્ટ (આઉટ સાઇડ) મુંબઈ. ખાતેપ્રદર્શન શરૂ થશે. તા. 19-12-2022 થી 25-12-2022 સુધી સમય: સવારે 11 થી સાંજે 6. જેમાં 37 જેટલા કલાકારોની કૃતિ પ્રદર્શિત કરવામાં આવશે. (આવી છે.) સ્થળઃ- આર્ટ પ્લાઝા ગેલેરી, જહાંગીર આર્ટ ગેલેરી બહાર, કાલા ઘોડા, મુંબઈ નંબર, 1, માં કલાકારોને તેમનું કાર્યપ્રદર્શિત કરવા અને તેમનેવિશ્વભરમાં વિશાળ દર્શકો પ્રદાન કરવા માટે એક સાથે લાવવાનું એક નવીન સાહસ અને નમ્ર પ્રયાસ છે!
પ્રદર્શનના મુખ્ય મહેમાન શ્રી બાબુભાઈ મિસ્ત્રી (પ્રખ્યાત કલાકાર), ગાયત્રી મહેતા (પ્રખ્યાત કલાકાર અને મુખૌટે ક્રિએટિવ આર્ટ ફાઉન્ડેશનના ટ્રસ્ટી શ્રીમતી કોકિલાબેન જી. પટેલના વરદ્ હસ્તે દીપ પ્રાગટ્ય કરી ખુલ્લુ મુકવામાં આવશે.
મુખૌટે ક્રીએટીવ આર્ટ ફાઉન્ડેશન ના સ્થાપક અને જાણીતા આર્ટિસ્ટ નીલુ પટેલ એ જણાવ્યું હતું કે નવોદિત કલાકારોને મંચ મળી રહે સાથે જુનિયર અનેસિનિયર આર્ટિસ્ટની કલા એકસાથે એક જ જગ્યાએ રજુ થાય, તે ઉપરાંત જાણીતા આર્ટિસ્ટના લાઈવ ડેમોસ્ર્ટેશન ગેલેરીમાં જોઈને નવોદિત કલાકારો નવું શીખીને કલામાં આગળ વધી શકે તે મુખ્ય હેતુ સાથે આ ગ્રુપ પ્રદર્શનનું આયોજન કરવામાં આવેછે.
‘મુખૌટે-13’નાં કલાકારોમાં ટ્રસ્ટી શ્રીમતી કોકિલાબેન જી. પટેલ (મુખૌટેના ટ્રસ્ટી)
નીલુ પટેલ (મુખૌટેના સ્થાપક)
પ્રોફેસર શ્રી રાજેશ બરૈયા (સી એન ફાઇન આર્ટસ કોલેજ)
ગિરીશ પટેલ (ગ્રાફિક ડિઝાઇનર)
અનુરૂપ કાૈર ગીલ, અમદાવાદ • અપેક્ષા ગજ્જર-અમદાવાદ • આશુતોષ શાંડિલ્ય-ઝાંસી, ઉત્તર પ્રદેશ
• બંસુ શાહ સોમપુરા, અમદાવાદ • ભારતી પરીખ, અમદાવાદ • બિપિન દવે, ભાવનગર • ચૌલા સંઘવી, અમદાવાદ • દિલીપ પૂર્ણિક, પુણે • ડિમ્પલ ટેલર, અમદાવાદ • ફલક અંતાણી, અમદાવાદ • ફ્રેનાલી પટેલ, અમદાવાદ • હર્ષા લાખણી, વડોદરા • જસપ્રીત મોહન સિંહ, પંજાબ • કાનલ શેઠ, અમદાવાદ • કિરણ તિવારી, જબલપુર, મધ્યપ્રદેશ • માયા જંસારી, અમદાવાદ • મિની સુબોથ, થાણે, મુંબઈ • મોનાલી ગજ્જર, ગાંધીનગર • નયના મેવાડા, અમદાવાદ • નિત્યશ્રી હેડા, ભોપાલ • પૂજા સિંઘલ, અમદાવાદ, • પ્રદિપ દોશી, અંકલેશ્વર • પ્રભાવના શૈલેષ, અમદાવાદ, • પ્રકાશચંદ્ર ટેલર, અંકલેશ્વર • પ્રીતિ બી રાઉત, પુણે • રિદ્ધિ જાની, મુંબઈ • રીમા શાહ, અમદાવાદ • રૂપલ ભટ્ટ, અમદાવાદ • સાક્ષી વ્યાસ, અમદાવાદ • શ્રદ્ધા પુરોહિત, અમદાવાદ • શોભના દવે, ભાવનગર • શ્રુતિ સોની, અમદાવાદ • વૈશાલી શાહ, અમદાવાદ • હરીશભાઈ મકવાણાનો સમાવેશ થાય છે. જેમણે પોતપોતાની આગવી શૈલીમાં તેમનીકલાકૃતિઓ રજૂ કરેલ છે. આ પ્રદર્શનમાં ગુજરાત અને ભારતના અલગ-અલગ રાજ્યોમાંથી પોતાના ચિત્રોલઈને પોતાની આગવી શૈલી લોકો સમક્ષ રજૂ કરવા ભારતભર માંથી આ પ્રદર્શનમાં જોડાયા છે.
ઉપરાંત જાણીતા આર્ટિસ્ટ ગાયત્રી મહેતા, (પ્રખ્યાત કલાકાર) મુંબઈ સીટી અને
પ્રોફેસર શ્રી રાજેશ બારૈયા, (શેઠ સી.એન.ફાઇન આર્ટસ કોલેજ,અમદાવાદ)ના લાઈવ ડેમોસ્ટેશનનું આયોજન કરવામાં આવ્યું છે.
આ પ્રદર્શનનેનિહાળવા આપ સૌને આમંત્રણ છે.