Namo News
No Result
View All Result
Friday, February 3, 2023
  • Login
  • Home
  • BJP
  • CONGRESS
  • AAP
  • OTHER
  • NEWS
Subscribe
Namo News
  • Home
  • BJP
  • CONGRESS
  • AAP
  • OTHER
  • NEWS
No Result
View All Result
Namo News
No Result
View All Result
Home NEWS

“સિલાઈ.” – દેવાંગી ભટ્ટ.

by namonews24
January 10, 2023
0
155
SHARES
1.9k
VIEWS
Share on FacebookShare on Twitter

ટુન્ની ધબ-ધબ પગ પછાડતી ઘરમાં આવી અને હાથમાં પકડેલી થેલીનો ઘા કર્યો “ગધેડો નાલાયક છે સાલો …”

પાટમાં બેસીને તુવેરા ફોલતી માએ ડોળા કાઢ્યા “શું છે ?”

ટુન્ની બરાડી “યુનિફોર્મનું સ્કર્ટ એક વેંત લાંબુ સીવી નાખ્યું …ઘાઘરા જેવું લાગે છે. આવું પેરવાનું મારે? કેટલીવાર એનું નાક વાઢ્યું, પણ જડ છે સાલો”

બે ઓરડાના ઘરમાં બેસીને, છ જણના શાક માટે તુવેરા ફોલતી માના જીવનમાં સ્કર્ટ કરતા અનેક મોટી સમસ્યાઓ હતી . એણે ટુન્નીના બળાપામાં ખાસ રસ લીધા વિના કહ્યું “જે છે એ આ એક જ દરજી છે ગામમાં…એની પાસે કરાવ્યા સિવાય છૂટકો છે ?”

મા તો આટલું કહીને રસોડામાં વહેતી થઇ, પણ ધુંઆફુંઆ ટુન્ની બબડી “હું મોટી થઈને દરજી બનીશ..”

***************

તો ટુન્નીની દરજી બનવાની મહત્વાકાંક્ષાનું કારણ વિગતે સમજીએ…

એ કારણ છે ‘ગગનેન્દ્ર સ્ટીચીંગ આર્ટ’ નો માલિક ગગન. ગગન એની સાત પેઢીનો એકમાત્ર ગ્રેજયુએટ છે. પુરા આડત્રીસ ટકા સાથે એણે બીએની ડીગ્રી મેળવી ત્યારે એને લાગેલું કે સ્વર્ગમાંથી દેવો એના પર ફૂલોનો વરસાદ કરશે, બુદ્ધિમાનોની સભામાં એને સૌથી ઊંચું આસન અપાશે … પણ આ કજાત વિશ્વ ગગનની મહતાને સમજી શક્યું નહી. બે વર્ષ પ્રયત્ન કરવા છતાં એને કોઈ નોકરી ન મળી. વહુને આણું કરીને તેડી લાવવાની હતી એટલે કમાવું જરૂરી હતું. અંતે થાકીહારીને ગગને બાપાની ‘ચામુંડા સિલાઈ’ નામની દુકાને બેસવાનું નક્કી કર્યું.

નક્કી તો કર્યું, પણ ગગનના ઉગ્ર આત્મગૌરવને હાડોહાડ લાગી આવ્યું “અહો પોતે ? પોતે સિલાઈકામ કરશે? ઝળહળતા પાસ ક્લાસ સાથે બીએ થયેલ વિદ્વાન, આમ સાવ બ્લાઉઝ સીવશે?” બાપાએ એને કહ્યું કે “કામ તો કામ હોય ભાઈ, એમાં શું નાનું-મોટું ?”, પણ ગગનને અભણ બાપની સલાહ પોતાની કક્ષાની ન લાગી, ઘોબો પડેલા આત્મગૌરવને એણે ટીપી-ટીપીને સરખું કરવા યત્ન આદર્યો.

સૌથી પહેલા એણે પોતાનું નામ ગગનને બદલે ગગનેન્દ્ર કર્યું. એક્ચ્યુલી એને તો ગગનેદ્રભૂષણરાયજી કરવાની ઈચ્છા હતી પણ દુકાનના બોર્ડમાં સમાતું નહોતું એટલે ગગનેન્દ્રથી સંતોષ માનવો પડ્યો. બાપાના તુચ્છ સિલાઈકામને એણે નવું નામ આપ્યું “સ્ટીચીંગ આર્ટ” અને દુકાનને રંગરોગાન કરીને આધુનિક બનાવી દીધી. વચ્ચે પાર્ટીશન મુક્યું જેથી દુકાનના બે ભાગ પડી ગયા. આગળની તરફ એક કારીગર બેસતો જે ઘરાકનું નામ લખવાનું, માપ લેવાનું વગેરે તુચ્છ કામ કરતો. પછી ઘરાકને અંદર મોકલવામાં આવતો જ્યાં ગગન ઓફિસરની અદાથી આવનારને એક-બે પ્રશ્નો પૂછતો અને છેલ્લે તારીખ આપતો. એ તારીખ આપતી વેળા તો ગગનને ઓલમોસ્ટ પોતે હાઈકોર્ટનો જજ હોય એવું લાગતું.

ટુન્ની પહેલીવાર દસેક વર્ષની હતી ત્યારે પોતાનું ફ્રોક સીવડાવવા ગગનની દુકાને આવેલી. એક મેગેઝીનમાંથી ફાડેલો ગુલાબી રંગના સ્લીવલેસ ફ્રોકનો ફોટો અને કાપડ આપી ગયેલી. કીધેલી તારીખે હરખાતી હરખાતી ટુન્ની ફ્રોક લેવા આવી, અને છક થઇ ગઈ. ફ્રોક તો બની ગયું હતું પણ સ્લીવલેસને બદલે છેક કોણી સુધીની બાંયવાળું હતું.

નાનકડી ટુન્ની શિયાંવીયાં થઇ ગઈ “પણ…પણ આવું નહોતું કરવાનું….”

ગગને પૂર્ણ ગાંભીર્યથી કહ્યું “એ આ સ્ટાઈલમાં જ સારું લાગે”

ટુન્નીની આંખમાં પાણી આવી ગયા “પણ મારે પેલા ફોટા જેવું ફ્રોક…”

હવે વાત બગડી. બગડે જ ને ? કોઈ ઉચ્ચ પદ પર બેસવાને બદલે, ગગનેન્દ્રભૂષણ સ્ત્રીજાતીના કલ્યાણ માટે સિલાઈ કરી આપતા હતા, અને મુર્ખ ટુન્ની દલીલો કરતી હતી ? એની આ મજાલ ?

ગગને ભવા ચડાવીને તોછડા અવાજે કહ્યું “અહીં આવું જ બનશે, નાં ફાવે તો બીજે જવાનું. માથાકૂટ કરીને મારો ટાઈમ નહિ બગાડવાનો. લેટેસ્ટ મને ખબર હોય કે તને? જે જેનું કામ, એ એને જ ફાવે”

ઘેર જઈને ટુન્નીએ ભારે કકળાટ કર્યો પણ ફ્રોક તો સિવાઈ ગયું હતું. વળી ખોબા જેવડા ગામમાં બીજો કોઈ દરજીય નહોતો… એટલે નાછૂટકે ..

તો બસ. નાછૂટકે ટુન્નીએ બાંયવાળું ફ્રોક પહેર્યું , નાછૂટકે લાંબા સ્કર્ટવાળો યુનિફોર્મ પહેર્યો, નાછૂટકે અસ્તરવાળું ટોપ પહેર્યું , નાછૂટકે ઢસડાતા ચણીયાચોળી પહેર્યા…. અને અંતે એક દિવસ એનો છુટકારો થયો. ટુન્નીના પપ્પાની બદલી શહેરમાં થઇ ગઈ અને એ લોકો ગામ છોડીને જતા રહ્યા.

************

પાત્રો આવે-જાય એટલે કંઈ વાર્તા ન અટકે. આ વાર્તા પણ ચાલુ રહી.

કેટલાક વર્ષો ગગને એકલપંડે ગામની છોકરીઓની ગાળો ખાધી અને પછી નવી સીલાઈની દુકાનો ખુલી ગઈ. ફેશનો બદલાતી રહી, ગામ પણ બદલાતું રહ્યું. ગામમાં સરકારી હોસ્પિટલ ખુલી, બજાર વધુ ને વધુ ગીચ બનતી ચાલી અને રેડીમેડ કપડાની દુકાનો પણ બની ગઈ.

ગગન પણ બચરવાળ થયો, જવાબદારી વધી … પણ એની ટણી ન ગઈ. કહે છે ને કે પડી લત લાકડે જ જાય ? બસ એ જ રીતે ગગનેન્દ્રભૂષણરાયજી શક્ય હોય એટલું દોઢ ડહાપણ કરતા રહ્યા. પોણીયા બાંય કીધી હોય ત્યાં આખી બાંય કરી નાખવી, કળીવાળો કીધો હોય તો ઘેરવાળો ચણિયો કરી નાખવો વગેરે…વગેરે . આવું કરવામાં એમનો કોઈ વિશેષ હેતુ નહોતો, બસ સતાની અનુભૂતિ થતી હતી. “કેવું મારી મરજી મુજબ બનાવ્યું..! આપણે કરીએ એ જ ફાઈનલ… એમાં કોઈનું કંઈ ચાલે જ નહી”

એક આખી પેઢીની સ્ત્રીઓના નિસાસા લીધા પછી પણ એમની એ સતાની તૃષ્ણા શાંત ન થઇ. એમણે હુંશિયારીમાંથી હાથ ન કાઢ્યો તે ન જ કાઢ્યો. કદી ન કાઢત … જો પેલો ચૈત્ર વદ બારશ અને સોમવારનો દિવસ કેલેન્ડરમાં ન હોત

એ દિવસે ગગનેન્દ્રભૂષણરાયજીની સીતેર વરસની મા એ ઠુંઠવો મુક્યો ….

****************

ગગનની વહુ કાંતા પેટથી હતી. પુરા મહિના જતા હતા. વહેલી સવારે ચાર વાગે એને દવાખાને લઇ જવી પડી. સિઝેરિયન કરવું પડે એમ હતું . કાંતાને અંદર લઇ ગયા અને બહાર ગગન ઘાંઘો થઈને દવાખાનાના પેસેજમાં અહીં થી તહીં આંટા મારતો હતો. એક-બે વાર મા એ કહ્યુંય ખરું “શું આમ રઘવાયા જેમ આંટા મારે? આ તે કૈં પેલ્લીવારનું સે?”

વાત સાચી હતી. પહેલીવારનું તો નહોતું. બે છોડીનો બાપ હતો ગગન પણ … પણ આ વખતે જો ભગવાન સામું જુએ તો … તો ‘ગગનેન્દ્ર સ્ટીચીંગ આર્ટ’નો વારસ આવી જાય. એક છોરો … એક તો જોઈએ. ડોશીએ ગામના હનુમાન મંદિરે એક ડબ્બો તેલ ચડાવવાની માનતાય માની હતી, ને મનોમન બબડેલી “કપાશિયાનું ચડાવી દેહું…. હડમાન જતીને ક્યાં રાંધવું સે ?”

અંદરથી બાળકના રડવાનો અવાજ આવ્યો ને ડોશી અધીરાઈભેર ઉભી થઇ ગઈ, ગગન હરખમાં ઓરડા ભણી દોડ્યો. ડોકટરે બહાર આવીને વધામણી આપી “દીકરી આવી છે”

વધામણી તો શું હતી હવે? વખ જેવું મોઢું કરીને ઉભા રહ્યા બેય મા-દીકરો. ડોશીએ કટાણે મોઢે ગગનના બરડે હાથ ફેરવીને કીધું “હશે ભાઈ … આવતીફેરા ભગવાન હામું જોશે”

ડોક્ટરે પોતાની કેબીન તરફ બે પગલા ભરી લીધા હતા. એ અટક્યા અને પાછું જોયું “ આવતીફેરા? ડીલીવરી પતી એટલે કુટુંબ-નિયોજનનું ઓપરેશન કરી દીધું છે હં માજી”

ડોશીની આંખો ફાટી ગઈ. ગગન પળવાર સુન્ન મારી ગયો. કોઈકે ખેંચીને લાફો મારી દીધો હોય અને કાનમાં તમરા બોલે એમ “હેં…શું ?શું ?ના… હેં ?” એવા ઉદગારો એનાં માથામાં અફળાયા. બે-પાંચ ક્ષણ તો એ સાવ થીજી ગયો અને પછી… પછી કાળઝાળ થઇને ધસી ગયો….

“એય …એય … તું ડોક્ટર છે કે કોણ છે ? મગજ ઠેકાણે નથી તારું ? કોણે કીધું તને ઓપરેશન કરવાનું ? ના ના….. કોને પૂછીને કર્યું ?”

ડોકટરે સાડી પરનો કોટ સરખો કર્યો અને અદબ વાળી “અત્યારના સમયમાં એ જ યોગ્ય લાગે. લેટેસ્ટ મને ખબર હોય કે તમને? જે જેનું કામ, એ એને જ ફાવે”

**************

ડીલીવરી રૂમમાં કાંતાની બેય મોટી દીકરીઓ નવજાત બાળકીને જોઇને મલકાતી હતી, ડોક્ટરની કેબીનમાં પેલી ટુન્ની મરક-મરક થતી હતી અને ગામના કેટલાય ઘરોમાં આખી બાંયના બ્લાઉઝ પહેરેલી સ્ત્રીઓ ફૂસ-ફૂસ કરીને હસતી હતી.

Related Posts

NEWS

BIG NEWS: અમૂલે દૂધમાં 3 રૂપિયા વધાર્યા.

February 3, 2023
NEWS

રાજપીપલા જનરલ હોસ્પિટલ ખાતે નિઃશુલ્ક સર્વાઇકલ અને બ્રેસ્ટ કેન્સર સ્ક્રિનિંગ કેમ્પ યોજાયો. : દીપક જગતાપ, રાજપીપલા

February 2, 2023
NEWS

સર્વ વિદ્યાલય કેળવણી મંડળ –કડી ગાંધીનગર નિશુલ્ક કાયરોપ્રેકટીક સારવાર કેમ્પ.

January 31, 2023
NEWS

હિંડનબર્ગ રિસર્ચના રિપોર્ટ ને અદાણી ગ્રુપે ભારત સામે નું સુનિયોજીત ષડ્યંત્ર ગણાવ્યું.

January 31, 2023
NEWS

વધુ એક મુઘલ ગાર્ડનનું નામ બદલાયું: દિલ્હી યુનિવર્સિટીએ જણાવ્યું કારણ!

January 30, 2023
અદાણીને FPOના સફળ થવાનો ભરોસો, સેબી, અન્ય નિયમન સંસ્થાઓ વેચવાલીની કરી રહી છે તપાસ
NEWS

અદાણીને FPOના સફળ થવાનો ભરોસો, સેબી, અન્ય નિયમન સંસ્થાઓ વેચવાલીની કરી રહી છે તપાસ

January 30, 2023
  • Trending
  • Comments
  • Latest

બ્રેકીંગ ન્યૂઝ દેશમાં ફરીથી માસ્ક ફરજિયાત કેન્દ્ર સરકારે ફરી એડવાઈઝરી જાહેર કરી ભીડવાળા વિસ્તારમાં અંદર-બહાર માસ્ક પહેરો

December 21, 2022

ગુજરાત AAPના નેતાએ મોડલ બનવા માંગતી યુવતી પર આચર્યું દુષ્કર્મ! પોલીસે કરી ધરપકડ.

September 24, 2022
પૂર અસરગ્રસ્તોની વ્હારે રાજકીય પક્ષો આગેવાનો આગળ આવ્યા

*તમારા પગના તળિયા ઉપર નાળિયેર તેલ લગાવો* *આખી પોસ્ટ વાંચીને તરત જ આગળ રવાના કરજો…* *મફતની સલાહને નકામી સમજશો નહિ…*.

July 15, 2022
આધાર કાર્ડ કઢાવવા કે અપડેટ કરવા નહીં ખાવા પડે ધક્કા, ઘરે બેઠા ફટાફટ થઈ જશે કામ.

આધાર કાર્ડ કઢાવવા કે અપડેટ કરવા નહીં ખાવા પડે ધક્કા, ઘરે બેઠા ફટાફટ થઈ જશે કામ.

June 14, 2022
હાઈકોર્ટનો હૂકમ: PSI ભરતી પ્રક્રિયા મુદ્દે રાજ્ય સરકાર પહેલી જૂન સુધી પોતાનું વલણ સ્પષ્ટ કરે

હાઈકોર્ટનો હૂકમ: PSI ભરતી પ્રક્રિયા મુદ્દે રાજ્ય સરકાર પહેલી જૂન સુધી પોતાનું વલણ સ્પષ્ટ કરે

0
સૌરાષ્ટ્ર યુનિ.ના VCને પત્ર: સિન્ડિકેટ સભ્યપદ છિનવાતા નેહલ શુક્લે તુરંત સ્ટેચ્યુટ અને ઓર્ડિનન્સનો ભંગ કરી લેવાયેલા નિર્ણય પરત ખેચવા માગ કરી

સૌરાષ્ટ્ર યુનિ.ના VCને પત્ર: સિન્ડિકેટ સભ્યપદ છિનવાતા નેહલ શુક્લે તુરંત સ્ટેચ્યુટ અને ઓર્ડિનન્સનો ભંગ કરી લેવાયેલા નિર્ણય પરત ખેચવા માગ કરી

0
તક્ષશિલા દુર્ઘટનાને 3 વર્ષ: સુરતમાં તક્ષશિલા અગ્નિકાંડમાં મોતને ભેટેલા 22 માસૂમોને શ્રદ્ધાંજલિ પાઠવાઈ, ‘મૃતકોના વાલીઓએ અધિકારીઓ સામે કાર્યવાહીની માગ કરી’

તક્ષશિલા દુર્ઘટનાને 3 વર્ષ: સુરતમાં તક્ષશિલા અગ્નિકાંડમાં મોતને ભેટેલા 22 માસૂમોને શ્રદ્ધાંજલિ પાઠવાઈ, ‘મૃતકોના વાલીઓએ અધિકારીઓ સામે કાર્યવાહીની માગ કરી’

0
આસ્થા પર બુલડોઝર ફેરવ્યું: વડોદરામાં વહેલી સવારે રેલવે તંત્રએ માતાજીની દેરી અને દરગાહ તોડી પાડતા વિવાદ, ભક્તોમાં આક્રોશ

આસ્થા પર બુલડોઝર ફેરવ્યું: વડોદરામાં વહેલી સવારે રેલવે તંત્રએ માતાજીની દેરી અને દરગાહ તોડી પાડતા વિવાદ, ભક્તોમાં આક્રોશ

0

BIG NEWS: અમૂલે દૂધમાં 3 રૂપિયા વધાર્યા.

February 3, 2023

રાજપીપલા જનરલ હોસ્પિટલ ખાતે નિઃશુલ્ક સર્વાઇકલ અને બ્રેસ્ટ કેન્સર સ્ક્રિનિંગ કેમ્પ યોજાયો. : દીપક જગતાપ, રાજપીપલા

February 2, 2023

સર્વ વિદ્યાલય કેળવણી મંડળ –કડી ગાંધીનગર નિશુલ્ક કાયરોપ્રેકટીક સારવાર કેમ્પ.

January 31, 2023

હિંડનબર્ગ રિસર્ચના રિપોર્ટ ને અદાણી ગ્રુપે ભારત સામે નું સુનિયોજીત ષડ્યંત્ર ગણાવ્યું.

January 31, 2023

Recent News

BIG NEWS: અમૂલે દૂધમાં 3 રૂપિયા વધાર્યા.

February 3, 2023

Total Number of Visitors

0566595
Visit Today : 287
Hits Today : 415
Total Hits : 128416
Who's Online : 4

About US

Namo News 24

Contact Us : kdgujarati@gmail.com

© 2022 NAMO NEWS 24 - All Rights Reserved By NEWS REACH.

3:03:28 pm
  • ⇝   Lorem Ipsum is simply dummy text of the printing and typesetting industry

  • ⇝   Lorem Ipsum is simply dummy text of the printing and typesetting industry

  • ⇝   Lorem Ipsum is simply dummy text of the printing and typesetting industry

No Result
View All Result
  • Home
  • BJP
  • CONGRESS
  • AAP
  • OTHER
  • NEWS

© 2022 NAMO NEWS 24 - All Rights Reserved By NEWS REACH.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In