જુરાહો ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ (KIFF)માં શહેરનાં નૃત્યાંગના બીના મહેતા અને તેમના ગ્રૂપે સૂફી શાસ્ત્રીય નૃત્યની પ્રસ્તુતિ કરી હતી. ફેસ્ટિવલની આઠમી એડિશનમાં બીના મહેતાએ શાસ્ત્રીય નૃત્ય રચના ‘ધ સર્કલ ઓફ લાઈફ’ ડાન્સ કૃતિ રજૂ કરી.
પર્ફોર્મન્સ અંગે વાત કરતાં બીના મહેતાએ કહ્યું કે, ‘ધ સર્કલ ઓફ લાઈફ’ જીવનનું સર્કલ દર્શાવે છે. દરેક પરિસ્થિતિ સરખી હોતી નથી. સંજોગો અને સમય બદલાતા બધુ જ બદલાયા કરે છે. આ જ લાઈફનું સર્કલ છે.’