બજેટ બાદ જ જનતાને મોંઘવારીનો મોટો ઝટકો લાગ્યો છે. અમૂલે 3 રૂપિયા પ્રતિ લીટર દૂધના ભાવ વધારી દીધા છે. પરંતુ આ ભાવ વધારો ગુજરાતમાં લાગૂ નહીં પડે. અમૂલે નિવેદન જાહેર કરીને જણાવ્યું કે, દૂધના ભાવ 3 રૂપિયા પ્રતિ લીટર વધી ગઈ છે. દૂધના વધેલા ભાવ આજથી જ લાગૂ થશે. કંપનીના અનુસાર, હવે અમૂલ તાજા અડધો લીટર દૂધ 27 રૂપિયા, ગોલ્ડ 33 રૂપિયા અને ગાયનું દૂધ 28 રૂપિયામાં મળશે.