મશહૂર ….!
સૂરજને કહું તું કાલે વ્હેલો ઉગજે ,
તારી ગરમીથી મારાં
અહંકારને ઓગાળી મૂકજે …
પવનને કહું ,તું હળવે દરવાજો ખખડાવજે ,
મારા અલ્લડપણાંને આંખના ઈશારે ટકોરજે …
ચાંદને કહું , તું બીજના દિવસે મારી પાસ આવજે ,
ભીતરથી શીતળતા મળે કેમ ,એ સમજાવજે …!
સાંજને કહું ,તું સોનેરી કોર લઈને આવજે ,
બિડાયેલી મારી આંખોમાં ક્ષિતિજો દોરજે ….!
મંજિલને કહું , તું સફરને કઠિન બનાવજે ,
થોડાં મશહૂર થવાની
ચર્ચાને જરી લંબાવજે …!!
બીના પટેલ